Bhupendrasinh chudasma Image

Repeater exams: રિપીટર્સની પરીક્ષા કોઇ પણ સ્થિતિમાં યોજાશે, શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આ સંદેશ-વાંચો વિગત

Repeater exams: ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે

ગાંધીનગર, 03 જુલાઇઃRepeater exams: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા રિપીટર્સને પણ માસ પ્રમોશનની માંગ ઉઠી હતી. આ વાત પર રોક લગાવતા સરકારે જાહેરાત કરી છે. રિપિટર્સ અંગે સરકારે નિર્ણય લેવાનું જે તે સમયે ટાળ્યું હતું. ત્યાર બાદ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

જો કે હવે રિપિટર્સ(Repeater exams) પણ માંગ કરી રહ્યા છે કે, તેમને પણ માસ પ્રમોશનનો ફાયદો આપવામાં આવે. આ અંગે તેઓ વિવિધ પ્રકારે શિક્ષણ વિભાગને અને શિક્ષણ મંત્રીને અપીલ પણ કરી રહ્યા છે કે તેમને માસ પ્રમોશન આપવામાં આવે. જો કે હજી સુધી આ અંગે ભારે અવઢવની સ્થિતિ હતી.

પરંતુ આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોંખારો ખાઇને જણાવી દીધું હતું કે, રિપિટર્સની પરીક્ષા કોઇ પણ સંજોગોમાં યોજાશે જ. વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની રાહતના વ્હેમમાં ન રહે. માટે તૈયારીઓ આરંભી દે. 15 જુલાઇએ પરીક્ષાનું આયોજન થશે અને તે અંગેની કામગીરી પણ પુર્ણ થઇ ચુકી છે. માટે વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે. 

Whatsapp Join Banner Guj

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને કાર્યક્રમના મુખ્ય અતિથિ ભુપેન્દ્રસિહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચિવ એસ. જે . હૈદર , જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચોઃ Ban on stock of pulses: કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આદેશથી દાળો પર લાગુ કરવામાં આવી સ્ટોક મર્યાદા- વાંચો વધુ વિગત