Rickshaw minimum fare

Rickshaw minimum fare: મોંધવારી વધતા રિક્ષાચાલકોએ પણ ભાડા કર્યો વધારો, હવે મિનિમમ ભાડા પેટે લેશે આટલા રુપિયા?

Rickshaw minimum fare: નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૃપિયા ૧૫થી વધારીને રૃપિયા ૨૦ કરવામાં આવ્યું છે. આ પછી પ્રતિ કિલોમીટરનું ભાડું રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા ૧૫ કરવામાં આવ્યું છે.

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ Rickshaw minimum fare: સીએનજીમાં થઇ રહેલા સતત ભાવવધારાને પગલે હવે આવતીકાલથી રિક્ષાચાલકોને મિનિમમ ભાડા પેટે ૧૫ને સ્થાને ૨૦ રૃપિયા ચૂકવવા પડશે. જોકે, આ ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી અપાઇ નથી. ઓટો રિક્ષા ભાડા(Rickshaw minimum fare) સુધારા-વધારા માટે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવતા રિક્ષાચાલકોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

સીએનજીમાં થઇ રહેલા ભાવવધારાને પગલે રિક્ષાચાલકો ભાડા વધારાની માગણી કરી રહ્યા છે. આ મામલે સરકાર દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવ્યો હોવાથી રિક્ષાચાલક એસોસિયેશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. સરકાર દ્વારા રવિવારે મોડી સાંજ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવતા રિક્ષાચાલકો પોતાની રીતે તૈયાર કરેલા નવા ભાડાપત્રકનો અમલ શરૃ કરી દેશે. નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૃપિયા ૧૫થી વધારીને રૃપિયા ૨૦ કરવામાં આવ્યું છે. આ પછી પ્રતિ કિલોમીટરનું ભાડું રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા ૧૫ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ ડ્રગ્સ મામલે સાક્ષીના પલટ્યા બાદ મુંબઈની સેશન્સ કોર્ટમાં સોગંદનામા દ્વારા કરી આ માંગ- વાંચો વિગત

ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઇવર ફેડરેશન દ્વારા આ મામલે આવતીકાલે વહિવટી તંત્ર સાથે બેઠક થવાની છે. બીજી તરફ ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશન-અમદાવાદે જણાવ્યું છે કે, ‘રેટ કમિટિના નિયમ પ્રમાણે દર વર્ષે દર વર્ષે એપ્રિલ-મે દરમિયાન વધેલા સીએનજીના ભાવ અને વધેલી મોંધવારી પ્રમાણે ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવાનો હોય છે. જોકે, છેલ્લા ચાર  વર્ષથી આ મામલે કોઇ નિર્ણય લેવાયો નથી. જેના કારણે હાલ રિક્ષાચાલકોની હાલત કફોડી થઇ ગઇ છે. નવું રેટ કાર્ડ લાવવા, મુસાફરોનો વેઇટિંગ ચાર્જ પ્રતિ ૫ મિનિટે રૃપિયા ૧થી વધારીને રૃપિયા ૫ કરવા પણ અમારી માગ છે. ‘

Whatsapp Join Banner Guj