ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

RTPCR

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ કોરોનનો આરટીપીસીઆર(RTPCR) ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. કોરોના નો આરટીપીસીઆર(RTPCR) ટેસ્ટ નેગેટિવ હશે તેને જ રાજ્યમાં પ્રવેશ મળશે અન્યથા પ્રવેશ મળશે નહીં.

દેશભરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62 હજાર 258 કેસ નોંધાયા છે. જ્યારે, 291 દર્દીઓ મોત નિપજ્યા છે.છેલ્લા 24 કલાકમાં 30 હજાર 386 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1 કરોડ 19 લાખને પાર થઈ છે. જ્યારે ચાર લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 61 હજારને પાર થયો છે.

ADVT Dental Titanium

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 2190 કેસો સામે આવ્યાં છે જ્યારે આજે વધુ નવા 6 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4479 એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1422 દર્દીઓ સાજા થયા. આમ,અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.07 ટકા છે.

Whatsapp Join Banner Guj

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય પક્ષો હજારોની ભીડ એકઠી કરી રહ્યા છે તેવા સમયે કેન્દ્ર સરકારે આગામી સમયમાં હોળી, ઈદ, ઈસ્ટર જેવા તહેવારોમાં ભીડ એકઠી થતી રોકવા માટે પગલાં લેવા રાજ્યોને નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તિસગઢ, ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે.

આ પણ વાંચો…

Gujarat Corona case: ગુજરાતમાં 2276 નવા કેસ તો 1534 દર્દીઓ સાજા થયા, ચિંતાની વાત છે કે રાજ્યના 60 ટકા જેટલા કેસ આ મહાનગરમાં!