Sheetal ben Nurse Surat

શીતલબેન જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે

Sheetal ben Nurse Surat
શીતલ ગેડિયા, સ્ટાફ નર્સ સ્મિમેર હોસ્પિટલ
  • હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે…..
  • પતિ ન્યુ સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં આપી રહ્યા છે કોરોના દર્દીઓની સારવારઃ.
  • ૨૦૦૬ના વિનાશક પુર વેળાએ સતત ૮૫ દિવસ હોસ્પિટલમાં સેવા આપી હતીઆવતીકાલે કોરોન્ટાઈનના સાત દિવસ પુરા થાય છે….
  • કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતા એક જ ખેવના છે ફરી પાછા દર્દીઓની સેવામાં લાગી જવાનીઃ

સૂરતઃ- સૂરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી આજદિન સુધી દર્દીઓની સેવા અને કાળજી માં લાગેલા તબીબો અને સ્ટાફ નર્સનો દર્દીઓ સાથે એક અલગ પ્રકારનો ઘરોબો કેળવાયો છે અને આપ્તજનનો ભાવ અને સબંધ થયા છે…. સ્મિમેર હોસ્પિટલના અહીં શીતલબેન ગેડિયા નામના નર્સને હોમ કવોરન્ટાઈનમાં પોતાના બાળકો, સાસુ કરતા વધારે પોતાના વોર્ડ ના દર્દીઓની સેવા માટે ઉત્સુક છે.
કોરોના વોરિયર્સ અને સૂરત સ્મિમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપવાની સાથે સુશ્રુષા તેમના વોર્ડ માં દર્દીઓ સાથે ભાવનાત્મક સંબંધો કેળવી ચૂકેલા આ મહિલા નર્સ ને હાલ હોમ કોરોન્ટાઇન કરાયા છે પણ તેઓને ઘરમાં રહેવા કરતાં પોતાના દર્દીઓની સતત યાદ આવે છે…. પોતાના બે બાળકો છે છ વર્ષ ના બાબા ને અસ્થમા છે. એક દીકરી અને સાસુ ઘરમાં છે પતિ પત્ની બંને છેલ્લા કોરોના સમયથી સતત હોસ્પિટલ માં સેવા આપી રહયા છે….
સૂરતની સ્મિમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા શીતલ બેન ગેડિયા સ્ટાફ નર્સ તરીકે સેવા આપી રહ્યા છે તેઓની તબિયત બગડતા અને તબીબો દ્વારા તપાસણી કરાતા કોરોના પોઝેટિવ આવ્યો હતો એટલે સાત દિવસ માટે અજ્ઞાતવાસ કરાયા છે…..

આમ સતત આઇસોલેશનમાં રહેવાનો સમય આવતા શીતલબેન રાહ જોઈ રહ્યા છે કે, રિપોર્ટ નેગેટિવ આવે અને જલ્દીથી હોસ્પિટલમાં મારા દર્દીઓની સેવામાં લાગી જાઉં ….. મૂળ સોંરાષ્ટ્રના શીતલ બહેન અગાઉ સુરતમાં આવેલા ૨૦૦૬ પુર વેળાની સતત ૮૫ દિવસની સેવાઓની પણ સરાહના થઈ હતી…


તેઓના પતિ પણ ન્યુ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફના હેડ તરીકે સેવા આપી રહયા છે. તેઓના બાબાને અસ્થમાં છે તેમના સાસુ બીમાર રહે છે છતા પતિ-પત્ની બંને છેલ્લા ચાર માસ થી કોરોના દર્દીઓની કાળજી લઈ રહયા હતા.
શીતલ બહેનનો તેઓના વોર્ડના દર્દીઓ સાથે એટલો ઘરોબો કેળવાયો હતો. હોમ કોરોન્ટાઇનના સમયમાં પણ એક જ પ્રાર્થના કરે છે બસ હું જલ્દી સાજી થઈને મારા દર્દીઓ પાસે પહોંચી જાઉં અને તેઓની સેવામાં લાગી જાઉં…

.શીતલ ગેડિયાએ પોતાનો ઉસ્સાહ …તેમની એક સખી નર્સ સમક્ષ સો. મીડીયાના માધ્યમ થઈ વ્યક્ત કર્યો હતો.. તેનું નિરૂપણ..તેઓને આવતી કાલે કોરોન્ટાઇનના સાત દિવસ પુરા થાય છે, આશા રાખીએ કે, તેઓની દર્દી ઓની સેવા કરવાની ભાવના ઈચ્છા વધુ બળવતર બને…..