Nandan Courier image

Shree Nandan Courier report of successful 9 years: શ્રી નંદન કુરિયર ટર્ન ઓવરમાં 200 ટકાના વધારા સાથે દસમા વર્ષમાં પ્રવેશ

Shree Nandan Courier report of successful 9 years: નવ વર્ષમાં ૯૦૦ થી વધુ બ્રાંચો ધરાવતી શ્રી નંદન કુરિયર લિમિટેડ બેકિંગ, ટ્રાન્સપોર્ટેશન સહિતની અનેક સેવામાં પણ કાર્યરત

શ્રી નંદન કુરિયરની નિરંતર સેવાના નવ વર્ષ (Shree Nandan Courier report of successful 9 years)

અમદાવાદ, 17 જૂન: Shree Nandan Courier report of successful 9 years: ગુજરાત સ્થિત દેશની નંબર ૧ ગણાતી કુરિયર કંપની શ્રી નંદન કુરિયરે તેની નિરંતર સેવાના નવ વર્ષ પુર્ણ કર્યા છે અને દસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. વિતેલા વર્ષમાં શ્રી નંદન કુરિયર લિમિટેડે તેના ટર્નઓવરમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાવ્યો છે અને જે રેકોર્ડ બ્રેક છે. નવ વર્ષમાં સમગ્ર દેશમાં ૯૦૦ થી વધુ બ્રાંચો ધરાવતી શ્રી નંદન કુરિયર લિમિટેડ કંપની, બેકિંગ, ટ્રાન્સપોર્ટ, કોર્પોરેટ સહિત ની ગવર્મેન્ટ સર્વિસીસમાં પણ કાર્યરત છે.

Shree Nandan Courier report of successful 9 years: નિરંતર સેવાની પર્યાય શ્રી નંદન કુરિયરે કોરોનાના દોઢ વર્ષથી વધુના કપરા સમયમાં પણ સમગ્ર દેશમાં ખુણે ખણે સર્વિસ આપેલ અને આવા જ અભિગમ સાથે વિસ્તરેલી શ્રી નંદન કુરિયર તેની સ્થાપનાના ૯ વર્ષના ટૂંકા ગાળામાં ગ્રાહકોનો વિશ્વાસ જીતી હાલ દેશની નંબર ૧ કંપની બની છે. શ્રી નંદન કુરિયરે નવ વર્ષની સફરમાં અનેક ઉતાર ચડાવ જોયા અને અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. કંપનીની શરૂઆત ૧૫ જુન ૨૦૧૩ના રોજ માત્ર આઠ બ્રાંચ સાથે થઈ હતી અને આજે દેશભરમાં ૯૦૦ થી વઘુ બ્રાંચ સાથે ૯ વર્ષના ટૂંકા ગાળામાં પ્રાઈવેટ લિમિટેડ માંથી લિમિટેડ કંપની બનવાનની અને ગુજરાતની એક માત્ર લિમિટેડ કુરિયર કંપની હોવાની સિદ્ધી મેળવી છે. વર્ષો વર્ષ પોતાના ટર્ન ઓવરમાં વિસ્તરણ કરતી શ્રી નંદન કુરિયરે નવ વર્ષ દરમિયાન પોતાના નામે અનેક એવોર્ડ પણ અર્જિત કર્યા છે.

એમિનન્સ એવોર્ડ, સીએસઆર એક્સ“ વોર્ડ અને ગુજરાત બ્રાંડ લીડરશિપ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ કંપનીએ મેળવ્યા છે. એટલુ જ નહી દેશની સૌથી મોટી પબ્લિક સેકટર અને સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગજરાત ઝોનનં કુરિયર સર્વિસ નં કામ પણ શ્રી નંદન કુરિયર કરી રહી છે. એસબીઆઈ દ્રારા કંપનીનો કોન્ટ્રાકટ તાજેતરમા રીન્યુ પણ કરવામા આવ્યો છે. એસબીઆઈ ઉપરાંત આઈ ડી બી આઈ સહિતની જાણીતી બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ તેમજ નામાંકિત કંપનીઓ-ઈન્સ્ટિટયટસને પણ સર્વિસ પુરી પાડે છે.

ઉપરાંત ગુજરાત સરકારનો ટ્રાન્સપોર્ટેશન વિભાગ હેઠળનો એસ.ટી બસોમાં એસ.ટી. પાર્સલનો કોન્ટ્રાક્ટ પણ શ્રી નંદન કુરિયરે મેળવ્યો છે. અને જે હેઠળ શ્રીનંદન કુરિયર રાજ્યની 8 હજારથી વધુ એસ.ટી બસોમાં પાર્સલની હેરફેર કરે છે. અને રપ૦ થી વધુ બસ ડેપો ખાતે પાર્સલ બુકીંગ તેમજ ડીલેવરી કરે છે.

Shree Nandan Courier report of successful 9 years

નવ વર્ષ પુરા થતા કપનીના ચેરમેને જણાવ્યું કે અમારી નિરંતર સેવાના આ નવ વર્ષ માટે અમે અમારા માનવંતા ગ્રાહકો અને અમારા તમામ કર્મચારીઓનો આભાર માનીએ છીએ. દસમા વર્ષમાં પ્રવેશ કરતા અમે ઘણી ખુશી અનુભવીએ છીએ. ગ્રાહકોના વિશ્ચાસ અને અમારા કર્મચારીઓની અથાગ મહેનતના પરિણામે અમે ગત વર્ષે ટર્ન ઓવરમાં ર૦૦ ટકાનો વધારો નોંધાવી ચુક્યા છે. જે અમારા માટે અને કુરિયર ઈન્ડસ્ટ્રી માટે એક સિધ્ધી સમાન છે. ગ્રાહકોને કુરિયર સર્વિસમાં કંઈક નવુ આપવાના અને શ્રેષ્ઠ સેવા આપવાના અભિગમ સાથે અમે આગળ પણ નવી સર્વિસ અને ફેસિલિટી ગ્રાહકોને આપતા રહીશુ તેમજ વધુ નવી બ્રાંચો સાથે અમારા નેટવર્કને વઘુ વિસ્તરીત કરી વઘ્‌ મજબૂત બનાવીશું.

આ પણ વાંચો..Gujarat growing influence in industrial sector: કેન્દ્રના ASI ના સર્વેક્ષણમાં ઓદ્યોગિક વિસ્તારમાં ગુજરાતનો સતત વધતો પ્રભાવ

આજે કુરિયર સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક કુરિયર કંપની છે પરંતુ તેમાં પોતાની ઉત્તમ સેવા , નિપુણતા અને
નવિનતા સાથે આગવુ સ્થાન મેળવતી (Shree Nandan Courier report of successful 9 years) શ્રી નંદન કુરિયરે અન્ય કંપનીઓ સાથે હરિફાઈમાં ઉતરવાને બદલે ગ્રાહક લક્ષી અભિગમ રાખી ઓનલાઈન ટ્રેકિંગ, ટોલ ફી નંબર, રાખી સ્પેશલ સર્વિસ, એસએમએસ સર્વિસ સહિતની અનેક નવી સેવાઓ પુરી પાડી છે અને આજે ટૂંકા ગાળામા નંબર ૧ બનવા સાથે દુરોગામી દ્રષ્ટિ રાખતા કુરિયર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.

મહત્વનું છે કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તથા કોરોનાથી બચવાની તકેદારી સાથે સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું પાલન કરતા શ્રી નંદન કુરિયરે પોતાની સર્વિસ નિરંતર ચાલુ રાખી હતી. ઉપરાંત શ્રી નંદન કુરિયરે ગ્રાહકોને પણ જાગૃત કરવાના ઉમદા વિચાર સાથે ડોક્યમેન્ટ કે પાર્સલ બુક થયાના કન્ફર્મેશન આપવાના એસએમએસમાં કોરોના અંગે તકેદારી રાખવાની અપીલ નો પણ પ્રયાસ કર્યો છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *