modi visit art

PM Swanidhi Yojana: પીએમ સ્વનીધી યોજના ની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોજેક

PM Swanidhi Yojana: શહેરમા ૬ હજારથી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યાં માર્ગ ચીધ્યો છે પ્રધાનમંત્રી એ શરૂ કરાવેલી આ યોજનાએ

ગાંધીનગર, ૧૬ જૂન: PM Swanidhi Yojana: આભાર માનવાની જુદી-જુદી રીતો હોય છે. વડોદરા શહેરની બહેનો એ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રી નો આભાર માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે. આ એ બહેનો છે જેમને પ્રધાનમંત્રી સ્વનીધી યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઇ ગઈ છે.

આ પણ વાંચો: Gujarat growing influence in industrial sector: કેન્દ્રના ASI ના સર્વેક્ષણમાં ઓદ્યોગિક વિસ્તારમાં ગુજરાતનો સતત વધતો પ્રભાવ

એટલે પી.એમ.સ્વનીધી યોજનના પ્રેણતા વડાપ્રધાન ને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો ૧૦૦ ફૂટ લાંબુ કલા ચિત્ર, સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓ ને કાપડ પર ચિપકાવીને બિન્દી મોજેક બનાવી રહી છે. યાદ રહે કે કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઉભી થઈ હતી.

IMG 20220616 WA0034

તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનીધી યોજનના શરુ કરવી ને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂ.૧૦ હજાર કે રૂ.૨૦ હજારની મૂડી રોજગારી વિષયક વલણો શરૂ કરવા ખુબ સરળતા થી ઉપલબ્ધ કરવી હતી. આ યોજનાના લાભાર્થીઓમાં વડોદરા શહેરની બહેનોની મોટી સંખ્યા છે. આ બહેનો જ સંકટમાં થી ઊગારનારી આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રી નો આભાર કલા સર્જન દ્વારા માની રહી છે.

વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા તથા મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલે આ બહેનોના કલા સર્જન નું નિરીક્ષણ કરીને તેમને પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર પાલિકાએ શહેરી જરૂરિયાતમંદો ને આ યોજનાનો સરળ લાભ આપવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. તેના હેઠળ ૬૭૨૨ મહિલાઓ સહિત કુલ ૧૭૨૩૬ લાભાર્થીઓને જામીનગીરી વગર અને નજીવા વ્યાજ થી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હતી.સૂક્ષ્મ ધિરાણની આ સુવિધાથી તેમની કોરોના થી આડા પાટે ચઢેલી જીવન નૈયાને સીધા માર્ગે લાવવામાં ખૂબ મદદ મળી હતી. સીમા ચૌહાણ, શર્મિષ્ઠા ભટ્ટ સહિતની મહિલા લાભાર્થીઓ એ આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રી ને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

Gujarati banner 01