social media image

ભારત સરકારે સોશિયલ મીડિયા(social media)ની મનમાની પર અંકુશ મેળવવા માટે બનાવ્યો નવો કાયદો- જાણો શું છે નિયમો

નવી દિલ્હી, 05 જૂનઃsocial media: ભારત સરકારે સોશિયલ મીડિયાની મનમાની પર અંકુશ મેળવવા માટે નવો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં અનેક મહત્વપૂર્ણ જોગવાઇઓ એવી છે કે જેની અવગણના સોશિયલ મીડિયા(social media) કંપનીઓને ભારે પડી શકે છે. જી, હાં 25 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયા એથિક્સ કોડને લાગુ કરવાનું એલાન કર્યું છે. આ નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવામાં આવ્યા છે. કે જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય. સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કંપનીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે તમામ કંપનીઓ માટે પાળવા ફરજીયાત છે.

Whatsapp Join Banner Guj

આઇટીના નવા નિયમો મુજબ સોશિયલ મીડિયા(social media) પ્લેટફોર્મ્સે ખાસ અધિકારીની નિમણુંક કરવી પડશે. સાથે જ કોઈ પણ વાંધાજનક સામગ્રીને 24 કલાકમાં હટાવવી પડશે. પ્લેટફોર્મ્સે ભારતમાં પોતાના નૉડલ ઑફિસર, રેસિડેન્ટ ગ્રીવન્સ ઑફિસરની નિમણુંક કરવી પડશે. આ ઉપરાંત દર મહિને કેટલી ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા તેની જાણકારી સરકારને આપવી પડશે. સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરીઝ માટે ભારતમાં ઓફિસ હોવી ફરજીયાત છે કે જે વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન અથવા તો બંને પબ્લિશ રહેવી જોઇએ. ફરિયાદ નિવારણ નિયમો અંતર્ગત ઈન્ટરમિડિયરીઝને વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન કે બંને પર પ્રાયોરિટી સાથે પ્રકાશિત કરવી જોઈએ. જેમાં ફરિયાદ અધિકારીનું નામ અને કોન્ટેક્ટ ડિટેલ તેમજ ફરિયાદ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

નવા નિયમો મુજબ સોશિયલ મીડિયા(social media) પર અફવા ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી પણ કંપનીઓએ સરકારને આપવી પડશે. માર્ગદર્શિકામાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને વિદેશી સંબંધ સહિતના મુદ્દાઓને સામેલ કરાયા છે. ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મે પોતાના કામની જાણકારી આપવી પડશે. તેઓ પોતાનું કન્ટેન્ટ કેવી રીતે તૈયાર કરે છે તેની જાણકારી આપવી પડશે. તમામે સેલ્ફ રેગ્યુલેશન લાગૂ કરવું પડશે. આ માટે એક ટીમ તૈનાત કરવામાં આવશે. જેને સુપ્રીમ કોર્ટના નિવૃત જજ અથવા કોઈ અન્ય વ્યક્તિ લીડ કરશે. ઇલેક્ટ્રોનિક મીડિયાની જેમ ડિજિટલ મીડિયાએ પણ ભૂલ થવા પર માફી પ્રસારિત કરવી પડશે. બીજી તરફ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની ટેક્નોલોજીથી એ સુનિશ્ચિત કરશે કે બળાત્કાર, બાળ હિંસા વગેરે હટાવવા માટે ટૂલ તેમની વેબસાઈટ પર રાખે.

ADVT Dental Titanium

નોંધનીય છે કે, તમામ સોશિયલ(social media) પ્લેટફોર્મ્સને આઈટી એક્ટની કલમ-79 અંતર્ગત છૂટ છે. કેમ કે તે થર્ડ પાર્ટી ડેટા પ્રદર્શિત કરે છે પણ તેઓ તેના સંરક્ષણનો દાવો કરીને ભારતીય કાયદાઓની અવગણના કરીને ખુદના માપદંડો બનાવે છે અને સોશિયલ મીડિયાની આ મનમાની પર લગામ કસવા માટે જ ભારત સરકારે આ નવો કાયદો બનાવ્યો છે.

આ પણ વાંચો….

રાજ્યમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરાવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર- વાંચો સંપૂર્ણ અહેવાલ