Kartik purnima

Kartik purnima: આજે કારતક પૂનમ એટલે કે દેવ દિવાળી, 18 થી શરુ થઇ અને 19 નવેમ્બરે પૂર્ણ થશે પૂનમ

Kartik purnima: આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂર્ણિમા તિથિ જો બે દિવસ સુધી હોય તો બીજા દિવસે આ પર્વ ઊજવવું

ધર્મ ડેસ્ક, 19 નવેમ્બરઃKartik purnima: આજે કારતક મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ છે. સાથે જ હિંદુ કેલેન્ડરના મોટા અને ખાસ તિથિ-તહેવારોના દિવસો પૂર્ણ થઈ ગયા છે. કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ ખાસ દિવસ જણાવવામાં આવ્યો છે. આ પર્વમાં કઈ વસ્તુનું દાન કરવું, દીપદાન ક્યાં કરવું અને કયા દેવતાઓની પૂજા કરવાથી શું ફળ મળશે. આ તમામ બાબતો પદ્મ, સ્કંદ, બ્રહ્મ અને મત્સ્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવી છે. આ વખતે કારતક પૂર્ણિમાએ સૂર્ય-ચંદ્ર અને કૃત્તિકા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. નક્ષત્રોના આ શુભયોગથી આ પર્વ વધારે ખાસ બની ગયું છે.

આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂર્ણિમા તિથિ જો બે દિવસ સુધી હોય તો બીજા દિવસે આ પર્વ ઊજવવું. એટલે શાસ્ત્રો પ્રમાણે આજે આ પર્વ ઊજવવું જોઈએ.

કારતક મહિનાની પૂર્ણિમા(Kartik purnima)એ ચંદ્ર કૃત્તિકા અને સૂર્યના વિશાખા નક્ષત્રમાં હોવાથી પદ્મક યોગ બની રહ્યો છે. આ વખતે આખો દિવસ કૃત્તિકા નક્ષત્રનો સંયોગ પણ હોવાથી આ પર્વનું શુભફળ અનેકગણું વધી જશે. આ અવસરે કરવામાં આવતું સ્નાન, વ્રત, દાન અને જાપ અનંત પુણ્ય ફળ આપનાર રહેશે.

આ દિવસને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્યએ મહાપર્વ જણાવ્યું છે. એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન, યજ્ઞ અને ઉપાસનાનું અનંત ગણુ શુભફળ મળે છે. આ શુભ તિથિએ સાંજે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા હતાં. આ કારણે આ દિવસે કરવામાં આવતા દાન અને અન્ય શુભ કાર્યોનું પુણ્ય દસ યજ્ઞના ફળ જેટલું મળે છે.

આ પણ વાંચોઃ Actor surya: એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખનુ ઈનામ આપવાની જાહેરાત, પોલીસે સુરક્ષા વધારી- વાંચો શું છે મામલો?

ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કારતક પડ્યું છે. સ્કંદ પુરાણના કાશીખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય લાભ મળે છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણિમાએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ શકે છે. દીપદાન કરવાથી પુનર્જન્મ થતો નથી એટલે મોક્ષ મળી જાય છે.

બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂર્ણિમા(Kartik purnima) તિથિએ સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય છે. ત્યારે ભગવાન કાર્તિકેયનો ઉછેર કરનારી 6 માતાઓની પૂજા કરવી જોઈએ. જેમના નામ- શિવા, સંભૂતિ, પ્રીતિ, સંતતિ, અનસૂયા અને ક્ષમા છે.આવું કરવાથી શૌર્ય અને વીરતા વધે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. એવું પણ ઉલ્લેખવામાં આવ્યું કે આ પર્વમાં ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરશો તો અગ્નિષ્ટોમ એટલે મહાયજ્ઞ કરવાનું ફળ મળે છે.

મત્સ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે આજે વ્રત કરવાથી વૃષ એટલે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. પરંતુ જો તે શક્ય ન હોય તો આ દિવસે ચાંદીનું બળદ બનાવીને દાન કરી શકો છો. આ પર્વમાં ગાય, હાથી, રથ, ઘોડો અને ઘીનું દાન કરવામાં આવે તો સંપત્તિ વધે છે. આ દિવસે સોનાથી બનેલાં ઘેટાંનું દાન કરવાથી ગ્રહ-નક્ષત્રોના અશુભ ફળ દૂર થાય છે.

Whatsapp Join Banner Guj