Google ceo

Sundar Pichai: હવે ભારતની મદદે આવ્યું ગૂગલ, આટલા કરોડની મદદ કરવાની જાહેરાત કરી…!

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ(Sundar Pichai) ને ભારતની મદદ માટે કર્યુ એલાન

અમદાવાદ, 26 એપ્રિલ: Sundar Pichai: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશ-વિદેશના લોકો ભારતને મદદ કરી કરી રહ્યાં છે. અમેરિકાએ પણ વેક્સિન માટે ભારતને કાચો માલ આપવાની ઘોષણા કરી દીધાી છે. તો બીજી તરફ ગૂગલે પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ભારતની મદદ માટે 135 કરોડ રુપિયા ફંડિંગ કરવાનું એલાન કર્યું છે. સુંદરે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે.

સુંદર પિચાઇ (Sundar Pichai) ને ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના સંકટને જોતા ગૂગલે 135 કરોડ રુપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ ફંડ ગીવ ઇન્ડિયા અને યૂનિસેફ દ્વારા ભારતને મળશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ભારતમાં દરોજ કોરોનાના સંક્રમણના કેસ સાડા ત્રણ લાખથી વધારે છે. જ્યારે 3 હજારથી વધારે લોકો મૃત્યુ પામે છે. ઓક્સીજનની અછત પણ એક મોટી સમસ્યા બની છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

યુદ્ધ અને આપત્તિમાં ઘવાયેલા ગંભીર સૈનિકો, અસરગ્રસ્ત લોકોને સારવાર માટેની પ્રાથમિકતા આપવા ટ્રાએજ(Trage) પ્રોસેસને અનુસરવામાં આવે છે