Twitter is no longer free

Twitter will no longer be free: એલોન મસ્કનું ટ્વિટરને લઇને સૌથી મોટું એલાન, કહ્યું- હવે ચાર્જ ચૂકવવો પડશે- વાંચો સંપૂર્ણ વિગત

Twitter will no longer be free: એલોન મસ્કે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, “ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ યુઝર્સ માટે ફ્રી રહેશે

નવી દિલ્હી, 04 મેઃ Twitter will no longer be free: ગયા સપ્તાહે જ ટ્વિટરને ખરીદ્યા બાદ ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ટ્વિટર કંપની ફરી એક વાર ચર્ચામાં છે. એલોન મસ્કે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જો કે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે તેના કેઝ્યુઅલ યુઝર્સ માટે હંમેશની જેમ ફ્રી રહેશે.

એલોન મસ્કે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, “ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ યુઝર્સ માટે ફ્રી રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે આ માટે થોડી કિંમત ચૂકવવી પડી શકે છે.Twitter પર ઘણું બદલાઈ શકે છે

આ પણ વાંચોઃ LIC IPO 2022: LIC પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરશે, સાથે પોલિસીધારકોને મળશે છૂટ- વાંચો વિગત

નોંધનીય છે કે, કે ટ્વિટરને ખરીદ્યા પછી એલોન મસ્ક તેના મેનેજમેન્ટને સંપૂર્ણપણે બદલી શકે છે. ચર્ચા જોરમાં છે કે તે ટ્વિટરના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને બહારનો રસ્તો બતાવી શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે એલોન મસ્ક કંપનીમાં ઘણા મોટા ફેરફાર કરવા માંગે છે. જોકે પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડેને હટાવવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી.

એલોન મસ્ક ઘણા સમયથી ટ્વિટર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમની વાત સામે આવી રહી ન હતી. ઘણી જહેમત બાદ 25 એપ્રિલે એલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ડીલ થઈ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક આ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ખરીદવામાં સફળ થયા. તેણે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું. આ ડીલ પછી એવી ચર્ચા હતી કે ટ્વિટરમાં ઘણું બદલાઈ શકે છે. કંપની ઘણી નવી પોલિસી લાવી શકે છે.

આ પણ વાંચોઃ Jignesh Mevani gave an ultimatum:પેપરકાંડ સહિતના મુદ્દોઓનો ઉકેલ નહીં આવે તો 1 જૂને ગુજરાત બંધ રહેશે, જિગ્નેશ મેવાણીની સરકારને ચેતાવણી

Gujarati banner 01