DR Kamlesh

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી?

એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા બાદ ફરી વખત કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી…

સંકલન:-અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી વખત પોઝીટીવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ થવાની સંભાવનાઓ કેટલી છે અને તેની સાથેના જોડાયેલા તથ્યો શું છે તે વિશે તબીબી નિષ્ણાંતના અભિપ્રાય જોઇએ.

બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડીસીન વિભાગ ના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે.
મેડિકલ જગતના પ્રાથમિક તારણો દેખતા જોઇ શકાય છે કે કોરોના વાયરસના પુન:સંક્રમણ કરતા પણ વધારે શરીરમાંથી વાયરસ નિકળવાની , ઘરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઇ આવે છે.

loading…

કોરોના ટેસ્ટીંગની વિવિધ પધ્ધતિઓ જેવી કે RT-PCR કે પછી એન્ટીજનની રીત જૂદી જૂદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે. જેથી વિષાણુના જીનેટીકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાયરસ અલગ તરી આવે ત્યારે વાયરસનું પુન:સંક્રમણ થયુ હોવાનું કહેવું યોગ્ય છે.

એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગસ્ત્ર થઇ જ જઇશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયામાં પણ ઘણાં મેસેજ ફરતા થયા છે કે એક વખત કોરોનાગ્રસત થઇ ગયા બાદ શરીરમાં ૩ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે ત્યારબાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટિનો પણ વધારો થયો છે જે કોરોના વાયરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે. જેથી નાગરિકોએ ઘબરાવવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. એક વખત કોરોના સંક્રમિત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વંયના સ્વાસ્થય રક્ષણ માટે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે.

સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને કોરોના વાયરસથી સંક્રમિત થઈ નેગેટીવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામતી રહેવું ખાસ જરૂરી છે. તેનાથી ઘબરાવવાની જરૂર નથી. વારવાંર હાથ ધોવા, માસ્ક પહેરવું ,નાસ લેવું તેવી પ્રક્રિયાઓ હાથ ઘરવી જોઇએ. ફેફસામાં ચેપ લાગ્યો હોય તો ફેફસાની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાચ્છોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ , પ્રાણાયમ કરવા જોઇએ.

Preview in new tab(opens in a new tab)

Banner City