Work’s muhurt: સારું કામ કરવા માટે સારા સમય ની રાહ જોવાની જરૂર નથી
Work’s muhurt: જો કામ આપણું સારું હોય, બીજાંને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે નુકસાન ન કરે તેવું હોય તો તેની માટે મુહૂર્ત કઢાવવાની જરૂર નથી! જે સમયે સારું કાર્ય કરવાનો નિર્ણય લેવાય અને તેને અમલમાં મુકવામાં આવે તે જ સમય શ્રેષ્ઠ કહેવાય!
હેલ્લો મિત્રો! Work’s muhurt: આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ!
આપણે ત્યાં પછી પછી કરવાનો એક અનેરો જ રિવાજ છે! આજે નહીં પરંતુ કાલે કરીશું, આવતાં સોમવારે કરીશું, નવો મહિનો શરૂ થશે ત્યારે કરીશું, પરંતુ આજે નહીં, હમણાં નહીં, હમણાં કંટાળો આવે છે, મન નથી! આવાં અનેક બહાનાંઓ ને લીધે આપણે કોઈ કામ ચાલુ કરવાના હોઈએ જે નથી કરતાં!
ધગશ હોવા છતાં આપણને આળસ રોકી લેતી હોય છે અથવા તો કોઈ બીજી ઘટના ઘટે તો તેને લીધે આપણું કામ રહી જતું હોય છે. પરંતુ તેનું મુખ્ય કારણ એ જ હોય છે કે આપણે સમયસર કોઈ કામ ચાલુ જ નહોતું કર્યું. પછી સમય ઓછો પડે એટલે આપણે જ ફરિયાદ કરીએ કે સમયના અભાવે આ કામ અટકી પડ્યું!
આપણે જો કોઈ કામ સમયસર શરૂ કરી દઈએ તો તે પૂરું થઈ જ જાય અને જો તે સારું કાર્ય હોય તો શુભ કાર્યમાં દેરી શેની?! સારું કાર્ય કરવા માટે સોમવાર, ગુરુવાર, નવો મહિનો એ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર જ નથી! જો કામ આપણું સારું હોય, બીજાંને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે નુકસાન ન કરે તેવું હોય તો તેની માટે મુહૂર્ત કઢાવવાની જરૂર નથી! જે સમયે સારું કાર્ય કરવાનો નિર્ણય લેવાય અને તેને અમલમાં મુકવામાં આવે તે જ સમય શ્રેષ્ઠ કહેવાય!
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!
આ પણ વાંચો:- A world without mobiles: મોબાઈલ વગર તો રહેવું જ અશક્ય છે: પૂજા પટેલ