pudina na paratha

18 percent GST on Paratha:પરાઠા પર GSTના દર લાગુ થતા, પરોઠા પોલિટિક્સ શરુ- જાણો શું કહ્યું વિપક્ષ પાર્ટીના નેતાઓએ?

18 percent GST on Paratha: કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે શ્વાસ લેવા માટે ઓક્સિજીન ફ્રી રાખ્યો છે.

નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ 18 percent GST on Paratha: પરોઠા પર 18 ટકા GST લાગતાં આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છાશ અને દહીં પર ટેક્સ લગાવીને સરકાર ખરબો રૂપિયા ખાઈ ગઈ, જ્યારે કોંગ્રેસે સરકાર પાસે માંગણી કરી હતી કે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટેક્સ ફ્રી કરો.

કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે શ્વાસ લેવા માટે ઓક્સિજીન ફ્રી રાખ્યો છે. રોટલી, પરોઠા, દહીં જેવી જીવન જરૂરિયાત ચીજો પર જીએસટી લગાવ્યું છે. મહિલાઓનું બજેટ દિવાળી પર ખોરવાઈ રહ્યું છે. ત્યારે અમારી માંગણી છે કે 18 ટકા જીએસટી સાથે પરોઠા, તેલ અને જરૂરિયાત વસ્તુઓ પર ટેક્સ ફ્રી કરવામાં આવે. 

આ પણ વાંચોઃ Rescue gujarati fisherman from pakistan: પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ બંધક બનાવેલા ગુજરાતના માછીમારોને, ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડે તેઓને છોડાવ્યા

તેમણે ઉમેર્યું હતું કે, હું પ્રધાનમંત્રીનો આજની સમયે આભાર માનું છે કે હવા પર જીએસટી નથી નાંખ્યો. આજે સામાન્ય પ્રજાના ભોજન એવા પરોઠા રોટી પર જીએસટી યોગ્ય નથી. મહિલાઓનો હાયકારો ભાજપ સરકારને લાગશે. આ વાત કરતા હું કદાચ રડી પડીશ. પરંતુ સાંકેતિક વિરોધ મહિલા કોંગ્રેસ કરે છે. મહિલા કોંગ્રેસ ઉગ્ર વિરોધ, હવે મહિલાઓ 2022ની ચૂંટણીમાં બતાવી દેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ કહે છે કે રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે. રોટી પર 5 ટકા જીએસટી લાગશે જ્યારે પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. આ નિર્ણય અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. આ કંપની રાંધવા માટે ઘણા પ્રકારના તૈયાર એટલે કે ફ્રોઝન પરાઠા બનાવે છે. 

કંપનીની દલીલ એવી હતી કે, રોટલી અને પરાઠામાં બહુ ફરક નથી. બન્ને લોટમાંથી બને છે, તેથી પરાઠા પર પણ 5% GST લાગવો જોઈએ. માત્ર તેને બનાવવાની પ્રક્રિયા સમાન નથી, પરંતુ તેનો ઉપયોગ અને વપરાશ કરવાની રીત પણ સમાન છે. પરંતુ AAARએ કંપનીની દલીલને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે પરાઠા પર 18 ટકા GST લાગશે.

આ પણ વાંચોઃ Fire in rajkot tvs showroom: રાજકોટમાં TVSના શો-રૂમમાં ભીષણ આગ, કાર અને બાઈક બળીને ખાખ થઇ

Gujarati banner 01