12 MPs suspended in Rajyasabha

19 MLAS Suspended From Rajya Sabha: રાજ્યસભામાં હંગામો, સભાપતિએ 19 સાંસદોને કર્યા સસ્પેંડ,ગઇકાલે કોંગ્રેસના 4 લોકસભા સાંસદોને કર્યા હતા સસ્પેન્ડ

19 MLAS Suspended From Rajya Sabha: રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો અને GST વધારાના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની વિપક્ષની માંગને લઈને બંને ગૃહોમાં હોવાળો થતા મંગળવારે સવારે સંસદની કાર્યવાહી ફરી બંધ કરવાની ફરજ પડી

નવી દિલ્હી, 26 જુલાઇઃ 19 MLAS Suspended From Rajya Sabha: સંસદનું ચોમાસુ સત્ર મંગળવારે સાતમા દિવસે પ્રવેશ્યું છે પરંતુ વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો અને GST વધારાના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની વિપક્ષની માંગને લઈને બંને ગૃહોમાં હોવાળો થતા મંગળવારે સવારે સંસદની કાર્યવાહી ફરી બંધ કરવાની ફરજ પડી હતી.

જોકે બપોરના સમયે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. રાજ્યસભાના મમતા બેનર્જીની પાર્ટીના સાંસદો સહિતના વધુ 10 સાંસદોને આજે ઉપલા ગૃહમાં ભારે હોબાળો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર રાજ્યસભાના 19 સાંસદોને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં પ્રવેશવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Income Tax Return: કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો- વાંચો શું છે કારણ?

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન સહિત 19 સાંસદોને અઠવાડિયાના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં સુષ્મિતા દેબ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, મૌસમ નૂર, શાંતા છેત્રિયા, નદીમુલ હક, અબિરંજન વિશ્વાસ (TMC) ઉપરાંત એ. રહીમ અને શિવદાસન, કનિમોઝી (DMK), બીએલ યાદવ (TRS) અને મોહમ્મદ અબ્દુલ્લા. ગૃહના વેલમાં પ્રવેશવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ઉપલા ગૃહમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અગાઉ કોંગ્રેસના ચાર લોકસભા સાંસદો મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, ટીએન પ્રતાપન અને એસ જ્યોતિ મણિને સોમવારે ચોમાસુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ સ્પીકરના આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડાબેરી પક્ષો, એનસીપી, ડીએમકે અને કોંગ્રેસના અન્ય નેતાઓ સસ્પેન્ડેડ સાંસદો સાથે વિરોધમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ 5G Spectrum : 5G સ્પેક્ટ્રમની હરાજી આજથી શરૂ, ચાર કંપનીઓ મેદાનમાં

Gujarati banner 01