gopal italia

AAP declare 5th list of candidates: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી- વાંચો કોણ કોણ છે સામેલ?

AAP declare 5th list of candidates: આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી

સુરત, 16 ઓક્ટોબર: AAP declare 5th list of candidates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોનુ લિસ્ટ બહાર પાડવાની આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. મતદારો ચૂંટણી પહેલા જ ઉમેદવારોને જાણે અને તેમને ઓળખ તે માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ વહેલા જાહેર કરે છે. ત્યારે આપ પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વધુ 12 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યું છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 

  • ભુજ થી રાજેશ પંડોરિયા 
  • ઇડર થી જયંતીભાઈ પ્રણામી
  • નિકોલ  થી અશોક ગજેરા
  • સાબરમતી થી જસવંત ઠાકોર
  • ટંકારા થી સંજય ભટાસના
  • કોડીનાર થી વાલજીભાઈ મકવાણા
  • મહુધા થી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
  • બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ
  • મોરવા હડફ થી બનાભાઈ ડામોર
  • ઝાલોદ થી અનિલ ગરાસિયા
  • ડેડીયાપાડા થી ચૈતર વસાવા
  • વ્યારા થી બિપીન ચૌધરી

આ પણ વાંચોઃ Committee regarding issues of kisan sangh: CM ભૂપેન્દ્ર પટેલે ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

આપ નેતા ગોપાલ ઈટાલિયાએ પહેલુ લિસ્ટ જાહેર કર્યુ હતું ત્યારે આ અંગેનું કારણ આપતા કહ્યું હતું કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે.

વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ Last Amas of Aso month: કુબેર ભંડારી મંદિરના અમાસ ભરતા તમામ ભક્તો માટે મહત્વની વાત- વાંચો વિગત

Gujarati banner 01