CM bhupendra Patel

Committee regarding issues of kisan sangh: CM ભૂપેન્દ્ર પટેલે ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

Committee regarding issues of kisan sangh: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય કિસાન સંઘ-ગુજરાત પ્રદેશ દ્વારા રજૂ થયેલા રાજ્યના ખેડૂતોના અગત્યના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ૧૦ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે

ગાંધીનગર, 16 ઓક્ટોબર: Committee regarding issues of kisan sangh: ભારતીય કિસાન સંઘ-ગુજરાત પ્રદેશ દ્વારા રજૂ થયેલા રાજ્યના ખેડૂતોના અગત્યના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  કર્યો છે. 

ભારતીય કિસાન સંઘની રજૂઆતો સંદર્ભે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અગાઉ તારીખ 3 અને 4 ઓક્ટોબરે બેઠક યોજીને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને અનુલક્ષીને સરકાર દ્વારા વિધેયાત્મક નિર્ણયો લેવાના દિશાનિર્દેશો આપ્યા હતા. 

આ પણ વાંચોઃ Last Amas of Aso month: કુબેર ભંડારી મંદિરના અમાસ ભરતા તમામ ભક્તો માટે મહત્વની વાત- વાંચો વિગત

તદ્અનુસાર, રાજ્ય મંત્રી મંડળના 3 મંત્રીઓ સહિત 10 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની જે રચના કરવામાં આવી છે, તેમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓને પણ સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ જે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, તેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, નાણાં અને ઊર્જામંત્રી કનુ દેસાઈ ઉપરાંત કૃષિ-વિભાગના અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના તેમ જ ઊર્જા વિભાગના અગ્ર સચિવની તથા પશુપાલન અને સિંચાઈ વિભાગના સચિવશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સભ્યો ઉપરાંત ભારતીય કિસાન સંઘના બે પ્રતિનિધિઓ, આર. કે. પટેલ અને શામજીભાઈ મયાત્રા પણ સમિતિના સભ્યો રહેશે. આ ઉચ્ચ સ્તરીય સમિતિ કિસાન સંઘ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે યોગ્ય વિચારણા કરી રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Printed Ayushman PVC Card: PMJAY-MA કાર્ડ્સના ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

Gujarati banner 01