gopal italia

AAP declares 4th list of 12 candidates: ગુજરાત આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા- જુઓ યાદી

AAP declares 4th list of 12 candidates: આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182માંથી વધુ 12 વિધાનસભા બેઠકો માટેના મૂરતિયાઓ જાહેર કર્યા

અમદાવાદ, 06 ઓક્ટોબરઃ AAP declares 4th list of 12 candidates: ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી હરણફાળ ગતિએ હવે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આગળ વધી રહી છે. આજે આપના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

6 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 3 કલાકે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182માંથી વધુ 12 વિધાનસભા બેઠકો માટેના મૂરતિયાઓ જાહેર કર્યા છે. 

AAP દ્વારા ઉમેદવારોની ચોથી યાદીમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભરતસિંહ પટેલ, વટવા માટે બિપન પટેલના નામ જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Bharat jodo yatra update: રાહુલ માતા સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા જોવા મળ્યા, સોશિયલ મીડિયા પર દિકરાના થઇ રહ્યા છે વખાણ

AAPની ચોથી યાદી : 

Gujarat Accembley Elections
AC NameCandidate Name
હિંમતનગરનિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથદોલત પટેલ
સાણંદકુલદિપ વાઘેલા
વટવાબિપિન પટેલ
અમરાઇવાડીભરતભાઇ પટેલ
કેશોદરામજીભાઇ ચુડાસમા
ઠાસરાનટવરસિંહ રાઠોડ
સેહરાતખ્તસિંહ સોલંકી
કલોલ (પંચમહાલ)દિનેશ બારીઆ
ગરબાડાશૈલેષભાઇ કનુભાઇ ભાભોર 
લિંબાયતપંકજ તાયડે
ગણદેવીપંકજ એલ. પટેલ

અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 3 યાદીમાં 29 ઉમેદવારની જાહેરાત કરી ચૂકી હતી અને આજના 12 ઉમેદવરો સાથે કુલ 41 વિધાનસભા બેઠકો માટે આપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યાં છે જ્યાં ભાજપ અને કોંગ્રેસે હજી તેમના પત્તા ખોલ્યા નથી.

આમ આદમી પાર્ટી 2022ના અંતે યોજાનારી સંભવિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે.

આ પણ વાંચોઃ Cattle hit vande bharat train: વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને મોટુ નુકશાન

Gujarati banner 01