Yuzvendra and Dhanashree filed for divorce

Yuzvendra and Dhanashree filed for divorce: ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રીએ પંજાબ કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કર્યો

Yuzvendra and Dhanashree filed for divorce: ધનશ્રીએ પોતાના સો.મીડિયા હેન્ડલ પરથી ‘ચહલ’ સરનેમ હટાવી દીધી

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 ઓગષ્ટઃ Yuzvendra and Dhanashree filed for divorce: સો.મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી તથા ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. બંનેએ પંજાબની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી છે.

ધનશ્રીએ પોતાના સો.મીડિયા હેન્ડલ પરથી ‘ચહલ’ સરનેમ હટાવી દીધી છે. લગ્ન બાદ ધનશ્રી વર્માએ પતિની સરનેમ લગાવી હતી. જોકે ધનશ્રીએ પોતાના સો.મીડિયા એકાઉન્ટમાંથી હજી સુધી યુઝવેન્દ્ર સાથેની તસવીરો ડિલિટ કરી નથી.

ધનશ્રીએ પતિની સરનેમ હટાવી.

આ પણ વાંચોઃ AAP Gujarat Mission: ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં, વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ધનશ્રીએ સરનેમ દૂર કરી તો યુઝવેન્દ્રે પણ એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘ન્યૂ લાઇફ લોડિંગ’ (New life Loading).

યુઝવેન્દ્રની સો.મીડિયા પોસ્ટ.

યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

આજે એટલે કે 18 ઓગસ્ટે પહેલી વન-ડે છે. આ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયા એશિયા કપ રમશે. યુઝવેન્દ્ર એશિયા કપમાં ટીમ ઇન્ડિયા સાથે રમશે. યુઝવેન્દ્રના કરિયરની વાત કરીએ તો તેણે ટીમ ઇન્ડિયા માટે 67 વન-ડેમાં 118 વિકેટ લીધી છે. IPLમાં યુઝવેન્દ્રે અત્યારસુધી 131 મેચ રમીને 166 વિકેટ લીધી છે. હાલમાં યુઝવેન્દ્ર રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે.

આ પણ વાંચોઃ LIC given chance to start all policy: બંધ પડેલી LICની પોલીસી ફરી ચાલુ કરવાની તક આપી રહ્યાં છે LIC- મળશે આ છૂટ

Gujarati banner 01