Narendra Modi AP Photo

નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન પદ માટે કોણ યોગ્ય? આ મુદ્દે થયો સર્વે લોકોએ કર્યા આ નેતાને પસંદ – જાણો કોણ છે તે નેતા

Narendra Modi AP Photo

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ જોત જોતામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના મનપસંદ નેતા બની ગયા છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં પીએમ મોદી લોકપ્રિય છે. તેવામાં એક સર્વે કરવામાં આવ્યો કે મોદી બાદ જો કોઇને વડાપ્રધાન બનાવવામાં આવે તો લોકો ક્યા નેતાની પસંદગી કરશે તો સર્વે દ્વારા લોકોએ અમિત શાહ અને યોગી આદિત્યનાથનું નામ આપ્યું હતું.

સર્વે પ્રમાણે પીએમ મોદીની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. 38 ટકા લોકો તેમને જ આગામી પ્રધાનમંત્રી તરીકે પસંદ કરે છે. તેમની સરખામણીમાં કોઈપણ બીજું નામ સામે ટકી શકતું નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ત્યારબાદ જો કોઈ બીજાને લોકો પીએમ તરીકે જોવા માગે છે, તેમાં યોગી આદિત્યનાથનું જ નામ સામે આવે છે.

Whatsapp Join Banner Guj

સર્વે પ્રમાણે 10 ટકા લોકોને પ્રધાનમંત્રી પદ માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાનું પસંદીદા નેતા ગણાવ્યા છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહને 8 ટકા લોકો આગામી પ્રધાનમંત્રી તરીતે પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, આ સર્વેએ યોગી આદિત્યનાથે દેશના સૌથી વિશ્વાસપાત્ર સીએમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલને લોકોએ પસંદ કર્યા છે.

સર્વે દરમિયાન લોકોથી ભાજપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યા લેનાર સંભવિત નેતાઓ વિશે પણ પૂછવામાં આવ્યું. 30 ટકા લોકોને ગૃહમંત્રી નેતા અમિત શાહના નામ પર મોહર લગાવી છે. તો પોતાના હિંદુત્વ છબીને લઈને પ્રખ્યાત યૂપીના સીએમ યોગી આદિત્યનાથ 21 ટકા લોકોને સમર્થનની સાથે બીજા નંબર પર છે.

GEL ADVT Banner

કોંગ્રેસ પાર્ટી માટે આ સર્વે ચિંતા વધારનાર છે. સર્વેમાં સામેલ લોકોની સામે પ્રધાનમંત્રી પદ માટે બીજેપીની સાથે-સાથે કોંગ્રેસી નેતાઓના નામ પણ આપવામાં આવ્યા હતા. તેમાંથી ટોપ ત્રણમાં બીજેપીના જ નેતા સામેલ છે. પ્રથમ સ્થાન પર પીએમ મોદી. ત્યારબાદ યોગી આદિત્યનાથ અને અમિત શાહ. સર્વેમાં સામેલ માત્ર 7 ટકા લોકોને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે રાહુલ ગાંધીના નામ પર મોહર લગાવી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાંચ ટકા લોકોએ પીએમ પદ માટે પસંદ કર્યા છે.

આ પણ વાંચો….

Republic Day Freedom Sale:ફરવા જવાનું વિચારો છો, તો ઉઠાવો આ એરલાઇન્સનો લાભ, માત્ર 859 રૂપિયા કરી શકશો મુસાફરી