સોનુ સૂદ હવે બ્લડ કેન્સરના દર્દીઓ માટે આગળ આવ્યો, ફેન્સને સ્ટેમ સેલ ડોનેટ કરવા કહ્યું- NGO સાથે જોડાઇને કરી આ કાર્યની શરુઆત

Sonu sood edited

બોલિવુડ ડેસ્ક, 23 જાન્યુઆરીઃ પ્રવાસી મજૂરોની મદદ કરી મસીહા બનેલા એક્ટર સોનુ સૂદ હવે વધુ એક સારા કામ માટે આગળ આવ્યા છે. હવે તે બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રેશન અને ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા DKMS-BMST ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાયેલા છે. DKMS-BMST એક NGO છે, જે બ્લડ કેન્સર, થેલેસીમિયા, અપ્લાસ્ટિક એનિમિયા જેવા ઘણા બ્લડ ડિસઓર્ડરના દર્દીઓની મદદ કરવા માટે કામ કરે છે. હવે સોનુ સૂદે આ NGO સાથે જોડાઈને એક પહેલની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ દેશભરમાં 10 હજાર બ્લડ સ્ટેમ સેલ ડોનર જોડાશે.

Whatsapp Join Banner Guj

સોનુ પહેલાં વિદ્યા બાલન અને રાહુલ દ્રવિડ પણ આ પહેલનો હિસ્સો બની ચૂક્યા છે. સોનુએ એક વીડિયો શેર કરીને બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રેશન અને ડોનેશન પ્રતિ લોકોને જાગૃત કરવા અપીલ કરી છે. વીડિયોમાં સોનુએ કહ્યું, ‘આપણી લાઈફમાં ફેમિલી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. હું મારા પરિવારની ખુશી માટે કંઈપણ કરી શકું છું. હું દેશના બધા લોકોને અપીલ કરું છું કે અમારી પહેલ સાથે જોડાઈને દેશમાં બ્લડ કેન્સર અને ઘણા બ્લડ ડિસઓર્ડર સામે લડી રહેલા દર્દીઓની મદદ માટે આગળ આવો અને બ્લડ સ્ટેમ સેલ ડોનેશન માટે રજિસ્ટ્રેશન કરાવો.’

સોનુએ કહ્યું, ‘આપણા દેશમાં હજુપણ લાખો લોકો છે જે બ્લડ કેન્સર અને ઘણા બ્લડ ડિસઓર્ડર જેવી બીમારીઓ સામે લડી રહ્યા છે. આ બધા બીમાર લોકોને બને એટલી ઝડપથી આપણી જરૂર છે. આપણી પાસે આ બધા લોકોની લાઈફમાં એક આશાનું કિરણ જગાવવાનો એક સૌથી સરળ ઉપાય છે અને તે છે બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે રજિસ્ટ્રેશન કરાવવું. મેં આને મારું કર્તવ્ય સમજીને કર્યું છે અને 10 હજાર બ્લડ સ્ટેમ સેલ ડોનરને જોડીને ભારતના બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો. આ સારા કામ માટે આગળ આવવા હું DKMS-BMST જેવા બધા NGOનો આભાર માનું છું.’

GEL ADVT Banner

આ પણ વાંચો…..

નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન પદ માટે કોણ યોગ્ય? આ મુદ્દે થયો સર્વે લોકોએ કર્યા આ નેતાને પસંદ – જાણો કોણ છે તે નેતા