all parties with government on afghanistan issue

all parties with gov. on afghanistan issue: અફઘાનિસ્તાનના મુદ્દે આજે સરકારે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઇ, વિદેશમંત્રીએ કરી મહત્વની વાત!

all parties with gov. on afghanistan issue: અફઘાનિસ્તાન મુદ્દે તમામ પક્ષો સરકારની સાથે, ભારતીયોને પાછા લાવવા સરકાર કટિબધ્ધઃ ભારતીય વિદેશમંત્રી

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ all parties with gov. on afghanistan issue: અફઘાનિસ્તાનના મુદ્દે આજે સરકારે તમામ રાજકીય પક્ષોની બોલાવેલી બેઠકને વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધિત કરી હતી.

સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નેતાઓને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિની તેમણે જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, હાલમાં અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે અને એટલે જ ત્યાંના ભારતીયોને પાછા લાવવાની સરકારની પહેલી પ્રાથમિકતા છે.

એ પછી જયશંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, તમામ રાજકીય પક્ષો સરકારની સાથે છે. તેમણે બેઠકમાં જાણકારી આપતા કહ્યુ હતુ કે, સરકારે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 565 લોકોને બહાર કાઢ્યા છે.

આ પણ વાંચોઃ Suicide Attack in kabul airport: કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો, 13 લોકોના મોત, ફોટો અને વીડિયો થયો વાયરલ

31 પક્ષોના 37 નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એસ.જયશંકરે કહ્યુ હતુ કે, અમે મોટાભાગના ભારતીયોને પાછા લાવ્યા છે અને તેમાં કેટલાક અફઘાન નાગરિકો પણ સામેલ છે. જેઓ ભારત આવવા માંગતા હતા. સરકાર બાકીના લોકોને પણ પાછા લાવવા માટે કટિબધ્ધ છે.

તેમણે કહ્યુ હતુ કે, દોહામાં થયેલી શાંતિ વાર્તામાં તાલિબાને જે વાયદા કર્યા હતા તેનુ પાલન કર્યુ નથી. હાલમાં અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે.

Whatsapp Join Banner Guj