image001G5WY

સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા બાબતે, કેન્દ્રિય ગૃહમંત્રી(Amit shah)એ કહી મોટી વાત- વાંચો શું કહ્યું શાહે…!

Amit shah: લોકડાઉન સંદર્ભે લોકોને ચિંતા થઈ રહી છે તે અસ્થાને છે. અમે કોઈપણ વસ્તુ લોકોને જણાવ્યા વિના નહીં કરીએ.

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાના કારણે દેશની હાલત વધુ કફોળી બની રહી છે. તેવામાં એવી અફવાઓ વહેતી થઈ છે કે પશ્ચિમ બંગાળમાં ચુંટણી પત્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં લોકડાઉન લગાવી દેશે. જો કે આ સંદર્ભે ગૃહમંત્રી અમિત શાહે(Amit shah) સ્પષ્ટતા કરી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે અમે અનેક સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

Amit shah

શાહે(Amit shah) કહ્યું- ગત સમય લોકડાઉન લગાડવા માટે અમારી પાસે એક મોટું કારણ હતું કે અમે વૈદકીય સુવિધાઓને યોગ્ય દિશામાં લાવવા માંગતા હતા. હવે આવું કોઈ કારણ દેખાતું નથી. આથી લોકડાઉન સંદર્ભે લોકોને ચિંતા થઈ રહી છે તે અસ્થાને છે. અમે કોઈપણ વસ્તુ લોકોને જણાવ્યા વિના નહીં કરીએ.

Amit shah

આ પણ વાંચો….

કામની વાતઃ મા-કાર્ડ(ma card)ને લઇ નાયબ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, નાગરીકોને મળશે રાહત