am2DD75

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 24 એપ્રિલઃ કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં મહત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.  આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit shah) અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. 1 કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, લોકો લાઇનોમાં ઉભા છે. તેમના સુધી સુવિધા કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઉભા રહે છે. કયા કારણથી કોરોના હોસ્પિટલની બહાર લાંબી લાંબી લાઇનો શા માટે લાગી રહી છે.વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે અંગે પણ જવાબ માંગ્યો હતો. 

દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટીંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓને જનપ્રતિનિધિ સાથે પણ સંવાદ કરવા માટે સુચના આપી હતી. ગુજરાતમાં દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ જ નારાજ થયા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ધન્વંતરિ રથ દ્વારા ક્યાં અને કેવી કામગીરી કરવામાં આવે છે તે અંગેનો અહેવાલ પણ તેમણે માંગ્યો હતો. દર્દીઓ ને હાલાકી ઓછી થાય તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે ગુજરાત મોડેલ થકી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ખ્યાતી અને નામના પ્રાપ્ત કરી તે ગુજરાત મોડેલ હાલ કોરોના કાળમાં ધ્વસ્ત થઇ ચુક્યું છે. લોકો ટેસ્ટિંગથી માંડીને સ્મશાન સુધી લાઇનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત અધિકારીઓ સરકારનાં કાબુમાં નહી હોવાની વાતો પણ અવાર નવાર આવતી રહે છે. તેવામાં અમિત શાહે(Amit shah) ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે.

Amit shah

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit shah) ગઇ કાલે અમદાવાદ ખાતે નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. શાહે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આજથી શરૂ થનારી હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 950 બેડની આ કોવિડ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કર્યું છે. આ હોસ્પિટલના કારણે અમદાવાદમાં કોવિડ-19 માટેના બેડની ઉપલબ્ધતામાં વધારો થશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ