Commencement of Guarantee Registration Campaign

Commencement of Guarantee Registration Campaign: CMકેજરીવાલએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો

Commencement of Guarantee Registration Campaign: અરવિંદ કેજરીવાલએ ઘરે-ઘરે જઈને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી વિશે જાણકારી આપી.

રાજકોટ, 03 સપ્ટેમ્બરઃ Commencement of Guarantee Registration Campaign: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો હતો. આ ડોર ટુ ડોર કેંપેન દરમિયાન અરવિંદ કેજરીવાલએ રાજકોટના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. આ ડોર ટુ ડોર કેંપેન દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ગેરંટી કાર્ડ આપશે, જેમાં ગુજરાતની જનતાને ખાતરી આપવામાં આવશે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ જે પણ ગેરંટી આપી છે તે તમામ ગેરંટી આમ આદમી પાર્ટી આગામી 5 વર્ષમાં પૂરી કરશે.

અરવિંદ કેજરીવાલ એ રાજકોટના લોકો સાથે સામાન્ય નાગરિકની જેમ વાતચીત કરી.

રાજકોટના લોકોએ અરવિંદ કેજરીવાલનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેઓ અરવિંદ કેજરીવાલને મળીને ખૂબ જ પ્રભાવિત થયા. ગુજરાતની જનતા માટે એ તદ્દન નવી વાત છે કે એક મુખ્યમંત્રી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળે છે અને લોકો પોતાની વાત તેમને કહે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે, પરંતુ તેમની સાદગી અને સ્વભાવના કારણે રાજકોટની જનતા તેમને મળીને ખૂબ જ ખુશ હતી કારણ કે અત્યાર સુધી ગુજરાતની જનતાએ જોયું છે કે મોટા નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ ક્યારેય પણ જનતાની વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ આજે રાજકોટની જનતાએ પરિવર્તનનો નવો ચહેરો જોયો, તે હતો અરવિંદ કેજરીવાલનો.

b9732658 9854 4988 82a4 67e9a9bcbf76

આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે; જો આપણે ઈમાનદારીથી કામ કરીશું તો સરકાર માટે ઘણા પૈસા બચશે અને જનતાને ઘણી સુવિધાઓ આપી શકીશું: અરવિંદ કેજરીવાલ.

લોકો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. જો તમે ઈમાનદારીથી કામ કરશો તો સરકારના ઘણા પૈસા બચશે અને આ બચેલા પૈસા થી લોકોને ઘણી સુવિધાઓ આપી શકશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું. 10,00,000 નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશું. જેમ દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ પ્રાઈવેટ શાળાઓ કરતાં વધુ સારી બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વ્યવસ્થિત સરકારી શાળાઓ બનાવીશું, જેથી લોકોનો શિક્ષણ પાછળ થતો ખર્ચ સમાપ્ત થશે. પ્રાઈવેટ શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન્સ મફત થશે, પછી તે કોઈપણ રોગ હોય.

આ પણ વાંચોઃ Reform of Electoral Roll: ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને માર્ગદર્શન

અરવિંદ કેજરીવાલએ જાતે લોકોનાં રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

લોકો સાથે વાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરી અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા હતા.

4fb8b376 1f4f 4e13 a7a8 1238da04276c

‘અરવિંદ કેજરીવાલ, તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવીને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ દરમિયાન, અરવિંદ કેજરીવાલને જનતાનો અભૂતપૂર્વ સમર્થન મળ્યો હતો. લોકોએ ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’માં મોટી સંખ્યામાં જોડાઈને આમ આદમી પાર્ટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ દરમિયાન ‘અરવિંદ કેજરીવાલ, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ ના નારા લગાવીને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને પરિવર્તન આવશે.

આ પણ વાંચોઃ Ganguly made a big mistake: બોલિવુડ અને ક્રિકેટ સેલિબ્રિટી શેર કરી રહ્યા મેગા બ્લોકબસ્ટરનું પોસ્ટર, પણ સૌરવ ગાગુંલીએ કરી મોટી ભૂલ

Gujarati banner 01