Rajkot Cancer Hospital 2

૦૯ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨:૩૦ કલાકે ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ

  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે ઈ-લોકાર્પણ
  • ૨૦૦ બેડના અદ્યતન કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર, કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ  અને રેડિયોથેરાપીના અદ્યતન મશીન દ્વારા સારવારનો કરાવાશે પ્રારંભ

રાજકોટ તા.૮, સપ્ટેમ્બર રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગર સ્થિત સીએમ ડેસ્ક બોર્ડ ખાતેથી  રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે તા.૯-૯-૨૦૨૦ના રોજ બપોર ૧૨:૩૦ કલાકે  ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ,  કોવિડ ઓટોપ્સી સેન્ટર, રાજ્યની ફિજીયોથેરાપી કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ અને કેન્સર હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપીના અદ્યતન મશીન દ્વારા સારવારનો પણ ઈ-લોકાર્પણ માધ્યમથી પ્રારંભ કરાવવામા આવશે. આ ઈ-લોકાર્પણ સમારોહમા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

શહેરના ગંગોત્રી પાર્ક મેઈન રોડ, સવાણી કિડની હોસ્પિટલ પાસેના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે નવનર્મિત કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓનુ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નોડલ ઓફિસર શ્રી રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય નિયામક શ્રી  જે.ડી. દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યુ હતુ. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના ઈ-લોકોર્પણના કાર્યક્રમની ચાલતી કામગીરીનુ નરીક્ષણ કરી, જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણને ખાળવા અને સંક્રમિતોને ઉચિત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વાર સતત જહેમત ઉઠાવવામા આવી રહી છે.

આ ઉચ્ચ અધિકારીઓની મુલાકાત દરમિયાન રેડિોયલોજી ડિપાર્ટમેન્ટના વડા અને મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. અંજના ત્રિવેદી, એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ઈલિયાસ ઝુનેજા, ડી.આર.ડી.એ. નિયામક શ્રી જે.કે. પટેલ, વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતા,  ખાસ ફરજ પરના ડો. પ્રદિપ સોલંકી વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.