Pradeepsinh Jadeja 1

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

Pradeep sinh Jadeja Home Minister Gujarat
  • ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું
  • કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ હેકટરમાં થયેલ નુકસાન માટે હેકટર દીઠ રૂ .૧૦,૦૦૦/- વધુમાં વધુ બે હેકટર સુધી અને ખેડૂત દીઠ ઓછામાં ઓછા રૂ .૫,૦૦૦/- કૃષિ સહાય પેકેજ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું
  • ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો આભાર

વડોદરા, ૨૫ ડિસેમ્બર: ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તેમજ નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને પાક નુકશાન થયું હતું.ધરતીપુત્રોના હિતની હંમેશા દરકાર કરતા સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું વળતર આપવા આ બંને તાલુકાના ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ મંજૂર કર્યું છે.વડોદરા જિલ્લાના આ બંને તાલુકાના ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ મંજૂર કરવાના રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયને આવકારી ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

whatsapp banner 1

વર્ષ ૨૦૨૦-૨૧ માં ખરીફ ઋતુમાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમ માંથી પાણી છોડવાના કારણે થયેલ ખેતી પાકોના નુકશાનના વળતર પેટે કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ હેકટરમાં થયેલ નુકસાન માટે હેકટર દીઠ રૂ . ૧૦,૦૦૦/- વધુમાં વધુ બે હેકટર સુધી અને ખેડૂત દીઠ ઓછામાં ઓછા રૂ .૫,૦૦૦/- કૃષિ સહાય પેકેજ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નીતિન વસાવાએ જણાવ્યું છે.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો આ બંને તાલુકાના ખેડૂતોએ કૃષિ સહાય પેકેજ મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો….

loading…