રાષ્ટ્રપતિજીને આવકારતા કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ

રાજકોટ, ૨૫ ડીસેમ્બર: દેશના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતા.

whatsapp banner 1

ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં બપોરે ૧૨.૧૫ ના સુમારે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદનુ ખુશનુમા વાતાવરણમાં રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિશ્રી કોવિંદ ભારતીય વાયુ સેનાના હેલીકોપ્ટર મારફત દીવ જવા રવાના થયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ તા.૨૫ થી તા.૨૮ ડીસેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે. જે અન્વયે રાષ્ટ્રપતિશ્રી સંક્રાંતિ મુલાકાત માટે ૧૫ મિનિટ રાજકોટ એરપોર્ટ પર ટુંકા ઉતરાણ માટે પધાર્યા હતા. અને દીવ જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટરશ્રી પી.બી.પંડયા, ડી.સી.પી.શ્રી મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ  ગોહિલ અને શ્રી સિધ્ધાર્થ ગઢવી, સંયુકત માહિતી નિયામકશ્રી શરદ બુંબડીયા, એરપોર્ટ ડાયરેકટરશ્રી દિગંત બોરા વગેરે ઉ૫સ્થિત રહયા હતા.

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *