PM Modi speech

Farmers of Sanand area: સાણંદ વિસ્તારના ખેડૂતો કોથળામાં પૈસા ભરી રીક્ષામાં બેસી 4 બંગડીવાળી ગાડી લેવા જતા: PM

Farmers of Sanand area: સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવતા, કોથળામાં પૈસા ભરી રીક્ષામાં બેસી 4 બંગડીવાળી ગાડી લેવા જતા: PM

ગાંધીજી કહેતા ભારતનો આત્મા ગામડામાં વસે છે. પરંતુ કોંગ્રેસવાળાઓ ગાંધીજીને ભૂલી ગયા એમને આ આત્માને કચડી નાખ્યો. ગામડા પ્રત્યે ઉદાસીનતા રહી અને તેની સ્કિલ બહાર જ નહોતી આવી.

અમદાવાદ, 24 નવેમ્બર: Farmers of Sanand area: ઉદ્યોગ જગતના વિકાસની શરુઆત થઈ ત્યારે સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવતા, કોથળામાં પૈસા ભરી રીક્ષામાં બેસી 4 બંગડીવાળી ગાડી લેવા જતા તેમ PM મોદીએ કહ્યું હતું. અમદાવાદ જિલ્લા બાવળામાં પીએમ નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધી હતી. તે દરમિયાન તેમણે આ વાત કહી હતી. 

અમદાવાદ જિલ્લો બેચરાજી સુધીથી લઈને ચારેબાજુ વિકસી રહ્યો છે. પહેલા મારે અહીંથી ક્યાયં જવું હોય તો એક બસ મળે. પહેલા મારા વડીલ મગનભાઈ એમના ત્યાં રાત રોકાવું પડતું હતું. આ જિલ્લો ઉંચાઈ સુધી પહોંચી રહ્યો છે. ગાંધીજી કહેતા ભારતનો આત્મા ગામડામાં વસે છે. પરંતુ કોંગ્રેસવાળાઓ ગાંધીજીને ભૂલી ગયા એમને આ આત્માને કચડી નાખ્યો. ગામડા પ્રત્યે ઉદાસીનતા રહી અને તેની સ્કિલ બહાર જ ના આવી. માતૃભાષામાં ભણાવવું તેનો નિર્ણય કર્યો, પરંતુ ગામડાના જીવનમાં જેને છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાની સંભાવના ના હોય તેના કારણે ગામડાઓમાં તાકાત આવવાની છે.

શહેર અને ગામડાઓ વચ્ચે સંધર્સ થાય એવું કામ કરવામાં આવે તેમ કોંગ્રેસને મજા આવતી. ભૂપેન્દ્રભાઈ કહેતા કે, 200 વીઘાના જમીનનો માલિક હોય હોય તેવા ધોલેરાના માલિકને કોઈ જમીનનો ભાવ નહોતો મળતો. સાણંદમાં ઉદ્યોગ જગતના વિકાસની શરુઆત કરી ત્યારે લોકો કહેતા જમીનો જતી રહેશે. ત્યારે મેં જોયું, સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા. કોથળામાં ભરીને રીક્ષામાં બેસીને રુપિયા લઈને જાય. કોઈ પૂછે તો કહેતા કે, 4 બંગડીવાળી ગાડી લેવી છે. ખેડૂતનો દિકરો 4 બંગડીવાળી ગાડી ખરીદીને આવે આ બદલાવ આવ્યો. 

આ પણ વાંચો: Big decision of gujarat high court: મોરબી અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો…

કોંગ્રેસના જમાનામાં સરકારી કાર્ય માટે તાલુકા કાર્ય સુધી નાનું કામ હોય તોય થાય નહીં ગાંધીનગર સુધી રાહ જોવી પડે તેવી દશા હતી. કોંગ્રેસ સમયનો કઠીન સમય હતો. એમાંથી ગુજરાતના ગામડાઓને બહાર કાઢવું અને ચેતનવંતુ કરવા ધ્યાન કેન્દ્રીત કર્યું. તેના પરીણામે ગુજરાતના ગામોને વીજળી મળતી. ગામડાઓમાં નળના પાણી આવવા લાગ્યા. ચૂલાની જગ્યાએ ગેસ પહોંચી ગયા. ગુજરાતમાં સવા બે લાખના વીજળી કનેક્શન હતા તે અમે આવીને 5 લાખ સુધી પહોંચ્યા.   

સાબરમતી નદીને નર્મદાનું પાણી લાવીને જીવતી કરવાનું કામ કર્યું છે. સાબરમતી નદીમાં પાણી આવ્યું તેના કારણે ગામડાઓમાં જળસ્તરો વધ્યા છે. પશુપાલનો, ખેતી ક્ષેત્રે કામો કર્યા છે. 100થી 125થી વધુ ગામો ફતેવાડી વિસ્તારના તેમને પાણીનો લાભ નર્મદાનો પહોંચાડાયો. જ્યાં મોટી સમસ્યાનું સમાધાન થયું. નર્મદાનું પાણી આવવાના કારણે ધાનની ખેતીની સુવિધા અને પેદાવર વધી છે. 1.5 લાખ મેટ્રીક ટનની જગ્યાએ 4 લાખ મેટ્રીક ટન તેના કારણે થવા લાગી. ગુજરાતમાં 400 રાઈસ મિલો છે જેમાંથી 100 રાઈસ મિલો બાવળા વિસ્તારમાં છે. 

Gujarati banner 01