Gujarat high court

Big decision of gujarat high court: મોરબી અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો…

Big decision of gujarat high court: હાઈકોર્ટે ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવા આદેશ આપ્યો

અમદાવાદ, 24 નવેમ્બર: Big decision of gujarat high court: મોરબી બ્રિજ દુર્ઘટના કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. મોરબીમાં થયેલા ભયાનક પુલ અકસ્માત બાદ હાઈકોર્ટે ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા બ્રિજ યોગ્ય સ્થિતિમાં છે? હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે. સબમિટ કરેલ રિપોર્ટ પ્રમાણિત હોવો જરૂરી છે અને તેને હાઈકોર્ટ સમક્ષ મુકવાની જરૂર છે.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કેસના અહેવાલને જોયા બાદ અમારું માનવું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો થવો જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે આ તબક્કે ઇજાગ્રસ્તોને વળતર તરીકે રૂ. 50,000 પણ ઓછું છે.

વચગાળાના રિપોર્ટમાં ઇજાઓ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો બહાર આવી નથી. તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો બ્રિટિશ સમયનો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 47 બાળકો સહિત 140થી વધુ લોકોના મોત થયા હતા.

આ ઘટનામાં તેના બે સંબંધીઓને ગુમાવનાર વ્યક્તિની અરજી પર કોર્ટ સીબીઆઈ તપાસ, તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતર અને મ્યુનિસિપલ અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહી હતી.

આ પણ વાંચો: PM Modi in palanpur: પાલનપુરમાં પીએમ મોદીનો હુંકાર: ‘તમારા મત એટલે ગુજરાતનાં…

Gujarati banner 01