રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ

અહેવાલઃ દિલીપ ગજ્જર
ગાંધીનગર, 13 મેઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો (Gujarat Farmers)અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

નાયબ મુખ્યમંત્રી પટેલે આજે આ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ ૧૩ / ૦ પ / ર ૧ ની સ્થિતિએ ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે.આ પાણીનો રાજયના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો(Gujarat Farmers) ના માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે.

ADVT Dental Titanium

તેમણે ઉમેર્યુ કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની(Gujarat Farmers) પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી , ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

આ પણ વાંચો….

ગુજરાત પર આવી શકે છે ચક્રવાતની આફત, હવામાન વિભાગે(Weather Forecast) આપી ચેતવણી