Gujarat congress party issues

Kuldeep Singh Raulji join Congress: કુલદીપસિંહ રાઉલજીએ BJP છોડી કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો, પછી ભાજપ કર્યા આકરા પ્રહાર

Kuldeep Singh Raulji join Congress: ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી.

ગાંધીનગર, 07 ઓક્ટોબરઃ Kuldeep Singh Raulji join Congress: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાવેલુ છે. તેવામાં પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. હર્ષદ રિબડિયા બાદ હવે બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. સાવલીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યા છે. ભાજપ નેતા અને બરોડા ડેરીના ડાયરેક્ટ કુલદીપસિંહ રાઉલજી ભાજપને બાય બાય કહીને કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.

કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું.

આ પણ વાંચોઃ Airtel 5G Plus: આઠ શહેરમાં લૉન્ચ થયું એરટેલ 5G, પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કુલદીપસિંહ અને એમના કાર્યકરો કોંગ્રેસની વિચારધારા જોઈને આવ્યા છે. તેઓએ જે લક્ષ્ય રાખ્યું હતું એ જ્યાં હતા ત્યાં રહીને પુરું થાય એમ નહોતું, એટલે તેઓ અહીંયા આવ્યા છે. જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા એ તમામનું સ્વાગત છે. સાથે વિશ્વાસ પણ આપું છું કે કોંગ્રેસ સમાજના દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખશે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસમાં ક્યાય તમને અજાણ્યું નહીં લાગે, પરિવારનો અહેસાસ થશે. ભાજપ એ કિન્નાખોરી રાખવાવાળી પાર્ટી છે. ભાજપને જેટલી ધામધમકી આપવી હોય તે આપે, જે કરવું હોય એ કરે પણ કોંગ્રેસમાં જોડાયેલાને કઈ નહીં થવા દઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે જે જોડાયા છે તેઓને કોઈ કમિટમેન્ટ અપાયું નથી. તેઓ કોંગ્રેસના વિચારથી પ્રેરાઈને આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી  તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Train stoppage news: આ એક્સપ્રેસ ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર સ્ટોપેજ કરવામાં આવી, વાંચો વિગત

Gujarati banner 01