Airtel 5G Plus

Airtel 5G Plus: આઠ શહેરમાં લૉન્ચ થયું એરટેલ 5G, પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

Airtel 5G Plus: એરટેલ 5G પ્લસ પ્રથમ આઠ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યું

મુંબઇ, 07 ઓક્ટોબરઃ Airtel 5G Plus: એરટેલે 5G પ્લસ સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા પણ મળશે.

ભારતી એરટેલે  6 ઓક્ટોબરથી દેશમાં Airtel 5G Plus સેવા શરૂ કરી છે. એરટેલ 5G પ્લસ પ્રથમ આઠ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આની જાહેરાત કરતાં, કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને 5G પ્લસ સેવાઓનો લાભ લેવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં કારણ કે 5G નેટવર્કનો ઉપયોગ ફક્ત વર્તમાન એરટેલ 4G સિમમાં જ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Train stoppage news: આ એક્સપ્રેસ ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર સ્ટોપેજ કરવામાં આવી, વાંચો વિગત

એરટેલે 5G પ્લસ સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા પણ મળશે. કંપનીએ એમ પણ કહ્યું કે, ગ્રાહકોને 5G પ્લસ સેવાઓ મેળવવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર નથી, તેઓ 5G નેટવર્કનો ઉપયોગ હાલના એરટેલ 4G સિમમાં જ કરી શકે છે.

એરટેલનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન 249 રૂપિયામાં મળશે, તેમાં 2 GB ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રહેશે. ત્યારે 56 દિવસની માન્યતા સાથે એરટેલનો સૌથી સસ્તો પ્લાન 499 રૂપિયામાં આવશે. તેમાં કુલ 6 GB ડેટા મળશે, જ્યારે 365 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો 5G પ્લાન 1,699 રૂપિયામાં આવશે. એરટેલના 1,699 રૂપિયાના પ્લાનમાં કુલ 24 GB ડેટા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Heavy rain in panchmahal: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાંબુઘોડામાં 4.28 ઇંચ વરસાદ વરસ્યો

Gujarati banner 01