Maldives decision

Maldives decision: માલદીવની મોઈજ્જુ સરકારે પોતાનુ ભારત વિરોધી વલણ યથાવત રાખી લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

Maldives decision: માલદીવે ભારત પર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની જાતે જ હાઈડ્રોગ્રાફિક સર્વે માટે જરૂરી સુવિધાઓ અને મશિનરી મેળવવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, 07 માર્ચઃ Maldives decision: માલદીવની સરકારે હવે દરિયામાં હાઈડ્રોગ્રાફિક સર્વે માટે ભારત સાથે થયેલી ડીલને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ કહ્યુ હતુ કે, માલદીવે ભારત પર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની જાતે જ હાઈડ્રોગ્રાફિક સર્વે માટે જરૂરી સુવિધાઓ અને મશિનરી મેળવવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે માલદીવ પોતાના દરિયાઈ સીમાડાની અંદર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર નજર રાખવા માટે 24 કલાકની સર્વેલન્સ સિસ્ટમ પણ ઉભી કરશે.

આ પણ વાંચોઃ Pramod Yadav Murder: ત્રણ બદમાશોએ ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત

તેમણે આગળ કહ્યુ હતુ કે, હાઈડ્રોગ્રાફિક સર્વે  માટે અમે આત્મનિર્ભર બનવા માંગીએ છે અને એ પછી માલદીવ જાતે જ પોતાના દરિયાના પેટાળની અંદર શોધખોળ કરી શકશે. આ માટે અમે ભારત સાથે અગાઉ થયેલી ડીલને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો