Piyush goyal

Monsoon parliament session: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્તા કહી આ મોટી વાત- વાંચો વિગત

Monsoon parliament session: વડા પ્રધાને બંને સદનમાં મંત્રીઓનો પરિચય કરાવ્યો અને આ એક પરંપરા છે જે 70 વર્ષથી ચાલી આવી રહી છે પરંતુ પહેલીવાર વિપક્ષે આ પણ થવા દીધુ નહીં.

નવી દિલ્હી, 16 ઓગષ્ટઃ Monsoon parliament session: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ ભારતીય લોકતંત્ર માટે અયોગ્ય છે. વડા પ્રધાને બંને સદનમાં મંત્રીઓનો પરિચય કરાવ્યો અને આ એક પરંપરા છે જે 70 વર્ષથી ચાલી આવી રહી છે પરંતુ પહેલીવાર વિપક્ષે આ પણ થવા દીધુ નહીં.

આ જ કારણ છે કે અમે કાર્યવાહીની માગ કરી અને તેના નિવારણની જરૂર છે. અમે કેરળ વિધાનસભા મુદ્દે માનનીય સુપ્રીમ કોર્ટના અત્યંત આકરા નિર્ણય અને કડકાઈ માટે આભારી છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે કેટલાક સભ્યોને પોતાના કાર્યોના પરિણામ ભોગવવા પડશે.

ચોમાસુ સત્ર(Monsoon parliament session)માં વિપક્ષ તરફથી હોબાળો સતત જારી રહેવાના કારણે લોકસભાની કાર્યવાહી 11 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનુ હતુ. પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા અને અન્ય વિષયો પર વિપક્ષનો હોબાળો 19 જુલાઈએ સત્ર શરૂ થયા બાદ સતત જારી હતો. આ જ કારણથી સદનની કાર્યવાહી વારંવાર બાધિત થઈ.

આ પણ વાંચોઃ Taliban spoke about india: અફઘાનિસ્તાનમાં વ્યાપેલી દહેશત વચ્ચે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તાલિબાન- વાંચો વિગત

વિપક્ષના હોબાળાના કારણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 22 ટકા, રાજ્યસભામાં 28 ટકા કામકાજ થયુ. 96 કલાકમાં લગભગ 74 કલાક બરબાદ થયા. સંસદની કાર્યવાહી ચલાવવામાં એક દિવસનો ખર્ચ લગભગ દોઢ કરોડ રૂપિયા આવે છે. આ જનતાના રૂપિયાની બરબાદી કરવા જેવુ છે.

ગોયલે આરોપ લગાવ્યો કે આ વ્યવહાર પૂર્વ આયોજીત રણનીતિના નિર્ણયનુ પરિણામ હતુ જેની તૈયારી સત્ર શરૂ થયા પહેલા જ કરી દેવાઈ હતી.

Whatsapp Join Banner Guj