niramala sitharaman FSDC meet PTI

Petrol Diesel Price: વધતા પેટ્રોલના ભાવને લઇ RBI અને સરકાર આમને-સામને, નાણામંત્રી કહી આ વાત- વાંચો વિગત

Petrol Diesel Price: નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે સરકાર ફ્યૂલના ભાવને સતત મોનિટર કરી રહી છે

નવી દિલ્હી, 11 ઓગષ્ટઃ Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને લઈને કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી. 

આ પણ વાંચોઃ Schools reopening: આ તારીખ પછી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા નિર્ણય લેવામાં આવશે, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ…

નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે સરકાર ફ્યૂલના ભાવને સતત મોનિટર કરી રહી છે. પોતાના જવાબમાં સીતારમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીએ જૂનમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમોડિટીના ભાવમાં તેજી તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. RBI  ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ(Petrol Diesel Price)માં તેજીને ગંભીરતાથી લેવાની ચેતવણી ઉચ્ચારી હતી. 

નાણામંત્રીએ રિઝર્વે બેંકના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યૂટી, સેસ, કેન્દ્ર અને રાજ્ય તરફથી વસૂલવામાં આવતા અન્ય પ્રકારના ટેક્સને ધીરે ધીરે સમન્વિત રીતે સમાયોજિત કરવાની જરૂર છે. આ રીતે ભાવ(Petrol Diesel Price)ને કંટ્રોલ કરી શકાય છે. ફ્યૂલ મોંઘા થવાથી ઈનપુટ કોસ્ટ ખુબ વધી જાય છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. 

આ પણ વાંચોઃ Best 56 days prepaid plan: દરરોજ 3GB સુધી ડેટા અને OTT મેમ્બરશિપ પણ ફ્રી- વાંચો આ ખાસ ઓફર વિશે

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. સપ્લાય ચેનને ઠીક કરાઈ છે. ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવી છે. સેસ માફ કરાયું છે. દાળ અને તેલની આયાતને લઈને નિયમો સરળ કરાયા છે. આ ઉપરાંત સ્ટોકને લઈને પણ નિયમમાં ફેરફાર કરાયો છે. આ ઉપાયોની મદદથી કિંમત પર કાબૂ મેળવવાની સતત કોશિશ ચાલુ છે. 

આ બાજુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરના કારણે તાત્કાલિક રીતે મોંઘવારી દરમાં ઉછાળો આવશે. આવામાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે નીતિગત હસ્તક્ષેપની જરૂરિયાત છે. ઓગસ્ટમાં મોનિટરી પોલીસીની જાહેરાત કરતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન 5.1 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો છે. 

આ પણ વાંચોઃ fashion trends: સીઝનમાં તમારા લૂકને કંઈક અલગ અંદાજ આપવાનું વિચારી રહ્યા છો, તો શોપિંગ કરો આ હોટ આઉટફિટ્સની…

Whatsapp Join Banner Guj