Regarding the waiting list of Lok Rakshak Dal: લોક રક્ષક દળના વેટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે,ગૃહમંત્રીએ જાહેર કરી અખબારી યાદી- વાંચો વિગત

Regarding the waiting list of Lok Rakshak Dal: ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપેલ વિગતોના અમુક અંશોને કાપીને જે માહિતી ફેરવાઈ રહી છે તે સંપૂર્ણ સાચી નથી

ગાંધીનગર, 27 એપ્રિલઃ Regarding the waiting list of Lok Rakshak Dal: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં ખાસ કિસ્સામાં ૨૦ ટકા વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે તા.૨૫ એપ્રિલ-૨૦૨૨ના રોજ એલ.આર.ડીના ઉમેદવારો સાથે ગૃહમંત્રીની બેઠક તેમજ પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ હતી. આ પ્રેસ બ્રિફના અમુક અંશોને કાપીને જે માહિતી ફેરવાઈ રહી છે તે સંપૂર્ણ સાચી નથી તેમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર લોકોને ગેર માર્ગે દોરવાના હેતુસર કેટલાંક તત્વો દ્વારા માહિતી સાથે ચેડાં કરવામાં આવેલ છે તે વિગતો સાચી નથી. આ ભરતી સંદર્ભે વર્ષ ૨૦૧૮-૧૯માં લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૧૮ અને મહાનિયામક રક્ષાશક્તિ યુનિવર્સિટીએ પ્રસિધ્ધ કરેલ હથિયારી/બિન હથિયારી લોકરક્ષક તથા જેલ સિપાઈ પુરુષ મહિલા સંવર્ગની કુલ-૯૭૧૩ની જગ્યા ઉપર ૨૦ % લેખે ઉમેદવારોની ખાસ કીસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવાનું નિયત કરાયું હતુ.

વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં અને ફકત એક વખતના અપવાદરૂપ અને લોકરક્ષક સંવર્ગની જાહેરાત ક્રમાંકઃ ૦૧/૨૦૧૮-૧૯ પૂરતી સિમિત તથા આ જગ્યાઓ તત્કાલીન ખાલી રહેલ સંવર્ગની જગ્યાઓ સામે સરભર કરવાની તેમજ સંવર્ગવાર તેટલી જગ્યાઓ સરભર કરવાની શરતે ફક્ત મહિલા ઉમેદવારો માટે મંજુર કરેલ વધારાની ૨૪૮૫ જગ્યાઓની મંજૂરી આપેલ હોઈ, રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણાને અંતે કુલ-૧૨૧૯૮(૯૭૧૩+૨૪૮૫) જગ્યાઓ ઉપર ૨૦% પ્રતિક્ષાયાદી બનાવવાની અને તેને ઓપરેટ કરવાની ખાસ કીસ્સામાં મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Execution of a citizen of Indian origin: માનસિક રીતે બિમાર ભારતીય મૂળના મલેશિયાઈ નાગરિકને ફાંસી- વાંચો શું હતો ગુનો?

તદ્દઅનુસાર આ પ્રતિક્ષાયાદીની મુદ્દત લોકરક્ષક ભરતી બૉર્ડની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૧૮-૧૯ બાદ પ્રસિધ્ધ થયેલ લોકરક્ષકની હથિયારી/બિન હથિયારી સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાતના અનુસંધાને લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થાય તેના આગલા દિવસ સુધીમાં(કચેરી સમય સુધી જ) ઓપરેટ કરવાની રહેશે.

ઉપરાંત આ પ્રતિક્ષાયાદી ટોચ અગ્રતાના ધોરણે પ્રસિધ્ધ કરી, Order of Preference(પસંદગીનો કમ) મુજબ રીશફલીંગની પ્રક્રિયા હાથ ધર્યા બાદ જ પ્રતિક્ષાયાદી પરના લાયક ઉમેદવારોને નિમણૂક અપાશે. આ પ્રતિક્ષાયાદીમાં જગ્યાઓનું સંવર્ગવાર, કેટેગરી વાઇઝ, રોસ્ટર વાઇઝ વર્ગીકરણ કરીને તથા લોકરક્ષક ભરતી બૉર્ડની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૧૮-૧૯ની જાહેરાતમાં નિયત થયેલ લઘુત્તમ લાયકી ધોરણ ધ્યાને રાખીને, પ્રતિક્ષાયાદી ઓપરેટ કરાશે.

આ પણ વાંચોઃ Film Naika Devi promotion in Ambaji: ફિલ્મ નાયિકા દેવીના કલાકારોએ અંબાજી ખાતે ગરબો ગાઇને માતાના આશીર્વાદ લીધા

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.