1480880606 4558 edited

આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બીજેપી ઇલેક્શન મોડમાં

1480880606 4558 edited

ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ રાજ્યમાં યોજાનાર મહાનગરની ચૂંટણીને લઈને પક્ષના નિરીક્ષકો તથા ચૂંટણી પ્રક્રિયાની  બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ છેલ્લા કેટલાય દિવસોથી સરપંચ સંવાદ કાર્યક્રમો જુદા જુદા જિલ્લાઓમાં કરી રહ્યા છે જ્યારે સ્થાનિક લેવલ પર પણ નેતાઓને દોડતા રાખ્યા છે. દરમિયાનમાં ભાજપે આ ચૂંટણીમાં મહાનગરમાં ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છૂકો માટે કેટલાક નિયમો ઘડી નાખ્યા છે. આ નિયમમાં ફીટ બેસે તેને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી વકી છે.

Whatsapp Join Banner Guj

દરમિયાન ચૂંટણીની પ્રક્રિયા અંગે તૈયારીઓ વિશે માહિતી આપવા માટે  યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મહેશ કસવાલા તથા મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે સૂરત, જામનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં વોર્ડમાં સંભવિત ઉમેદવારો માટે સાંભળવાની પ્રક્રિયા 24, 25, અને 26 જાન્યુઆરી દરમિયાન પૂરી થશે.

જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે ચૂંટણીના ભાગરુપે નીરિક્ષકોની ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. જિલ્લા દ્વારા પસંદ કરેલા આ નિરીક્ષકો 26અને 27 જાન્યુઆરી દરમિયાન કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે. બીજા તબક્કામાં નિરીક્ષકોમાં ૨૯, 30 અને 31 જાન્યુઆરી દરમિયાન પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સંયુક્ત રીતે કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.

GEL ADVT Banner

સંભવિત ઉમેદવારોને મહાનગરમાં ચૂંટણી લડવી હોય તો આ ચોકઠામાં ફીટ બેસવું પડશે જેમ કે તેમણે રામજન્મભૂમિ માટે કેટલું અનુદાન આપ્યું છે. ઉમેદવારની પેજ સમિતિ કેવી છે, તેના બૂથમાં મજબૂતાઈ કેટલી છે. આ ઉમેદવારની સોશિયલ મીડિયા પ્રેઝન્સ કેવી છે. પાછલી ચૂંટણીઓમાં ઉમેદવારની જો ટિકિટ મળી હોય તો શું સ્થિતિ હતી. ગઈકાલે ભાજપ પ્રમુખ પાટિલે કહ્યુ છે કે 55 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોએ મહાનગરમાં ટિકિટ માંગવી નહીં આમ શહેરોમાં યુવાનોને પ્રાધાન્યતા આપવામાં આવશે મહિલાઓ યુવાનોને શહેરોમાં ટિકિટ માટે આ ક્રાઇટેરિયા મુજબ પ્રાધાન્યતા મળે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો…

પટિયાલામાં ખેડૂતોએ રોક્યું ફિલ્મ ગુડલક જેરીનું શુટિંગ, કહ્યું કાયદા પરત નહિ લેવાય ત્યાં સુધી નહિ થઇ શકે કોઇ શુટિંગ