India Bangladesh Joint Statement during Official Visit of PM of Bangladesh to India

ભારતે કોઇ પણ શરત વિના બાંગ્લાદેશને આપી કોરોના વેક્સીન, ચીને માંગ્યો હતો ખર્ચોઃ પહેલા 20 લાખ ડોઝની ભેટ આપી, ત્યાર બાદ 3 કરોડ ડોઝની ડીલ થઇ..!

India Bangladesh Joint Statement during Official Visit of PM of Bangladesh to India

નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે ચીન પાસે કોરોના વેક્સીન માંગી હતી.જોકે ચીને વેક્સીનના બદલામાં તેની ક્લિનિકલ ટ્રાયલ માટે થયેલા ખર્ચ પેટે પૈસા માંગ્યા બાદ હવે બાંગ્લાદેશે ભારત તરફ નજર દોડાવી છે.બાંગ્લાદેશે હવે ચીનની જગ્યાએ ભારતના સીરમ ઈન્સ્ટિટ્યુટમાં તૈયાર થઈ રહેલી કોવીશિલ્ડ વેક્સિન પર  ભરોસો કરવાનુ પસંદ કર્યુ છે.

Whatsapp Join Banner Guj

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારતે પહેલા જ 20 લાખ ડોઝ બાંગ્લાદેશને ગિફ્ટ તરીકે આપ્યા છે.સાથે સાથે બીજા ત્રણ કરોડ ડોઝ માટે બાંગ્લાદેશને સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે ડીલ કરવામાં મદદ પણ કરી છે.ભારતના આ પ્રકારના ઉદાર વલણથી બંને દેશના સબંધો વધારે મજબૂત થાય તેમ લાગી રહ્યુ છે.

GEL ADVT Banner

ભારતની વેક્સીનની ડીમાન્ડ નાના દેશોમાં વધી રહી છે.નેપાળ અને શ્રીલંકાને પણ ભારતની વેક્સીન પર વધારે ભરોસો હોય તેમ લાગી રહ્યુ છે. આ પહેલા બાંગ્લાદેશે ચીન પાસેથી વેક્સીન લેવાનો પ્રયત્ન કર્યો હતો.પણ ચીને વેક્સીન માટેની ક્લિનિકલ ટ્રાયલમાં જે ખર્ચ થયો છે તેનો અમુક હિસ્સો ચુકવવા માટે બાંગ્લાદેશને કહ્યુ હતુ.બાંગ્લાદેશે આ માટે ના પાડીને ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો હતો.

આ પણ વાંચો…..

આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બીજેપી ઇલેક્શન મોડમાં