Shankarsinh vaghela

Shankar Singh to join Congress?: કોંગ્રેસની બેઠક શરુ, શું શંકરસિંહની ઘર વાપસીની થઈ રહી છે તૈયારીઓ

Shankar Singh to join Congress?: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ 12 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

ગાંધીનગર, 11 નવેમ્બર: Shankar Singh to join Congress?: કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને પ્રભારી રઘુ શર્માના ઘરે બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે યાદીમાં નામોની સાથે સાથે કોંગ્રેસ શંકરસિંહ બાપૂના ઘરવાપસીના નામની પણ સરપ્રાઈઝ આપી શકે છે.

અત્યારે ચાલી રહેલી આ બેઠકમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ પુત્ર મહેન્દ્રસિંહ બાદ શંકરસિંહના પુનઃ પ્રવેશ માટે કોંગ્રેસે તૈયારીઓ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના રાજકારણમાં ફરી કોંગ્રેસમાં શંકરસિંહની ઘર વાપસી થઈ શકે છે. ચૂંટણી પહેલા આ નાવા જૂની ગમે ત્યારે થઈ શકે છે. તેમને અગાઉ કોંગ્રેસના નામના વોટ પણ માંગ્યા હતા. 

શું બાપુના પુનઃ પ્રવેશ માટે પ્લાન તૈયાર

પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ બાપુના પુનઃ પ્રવેશ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 12 ડીસેમ્બરના રોજ શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. બાપુ પણ મળતી વિગતો અનુસારકોંગ્રેસમાં જોડાવા તૈયાર છે. વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે જગદીશ ઠાકોર પોતે વાત ચલાવી રહ્યા છે. અગાઉ જો જે કે, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે પણ બેઠક થઈ છે. 

મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જોડાઈ શકે છે 
અગાઉ પ્રભારી રઘુ શર્મા શંકરસિંહ વાઘેલાના ઘરે જઈને બાપુને મળ્યા હતા. બાપુ સતત કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ 12 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોGujarat election 2022: ભાજપની પહેલી લિસ્ટ જાહેર થતાની સાથે અનેક મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *