BJP candidate arrived to Ambaji

BJP candidate arrived to Ambaji: ભાજપા ના ઉમેદવાર તરીકે નામ જાહેર થતા માં અંબા ના દર્શન કરવા પહોંચ્યા લાધુભાઇ

BJP candidate arrived to Ambaji: દાંતા-10 વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા લાધુભાઇ પારઘી ની પસંદગી કરાઈ

અંબાજી, ૧૦ નવેમ્બર: BJP candidate arrived to Ambaji: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટિકિટ ફાળવણી ને લઈ આતુરતા નો અંત આવ્યો છે ત્યારે જેમને ટિકિટ ફાળવવામાં આવી છે તેઓ હવે જીતની કામના કરવા દેવાલયો પહોંચી રહ્યા છે. દાંતા-10 વિધાનસભા બેઠક એસ.ટી છે જેના પર વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલી ટિકિટની વહેંચણીમાં સ્થાનિક ઉમેદવાર તરીકે દાંતા તાલુકાના ખંડોરઉમરીના આદિવાસી અગ્રણી લાધુભાઇ પારઘી ઉપર પસંદગી કરાઈ છે.

જેને લઈ ઉમેદવાર તરીકે લાધુભાઇ નું નામ જાહેર થતા લાધુભાઇ જિલ્લા કાર્યાલય ઓફિસની મુલાકાત બાદ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબા ના દર્શને તેમજ પોતાના જીત ની કામના કરવા પહોંચ્યા હતા જ્યાં અનેક સ્થાનિક લોકો સહીત કાર્યકર્તાઓ એ લાધુભાઇ પારઘી નું ઉમળખા ભેર સ્વાગત કરતા નજરે પડ્યા હતા ને ત્યાર બાદ નિજ મંદિર માં દર્શને પહોંચેલા લાધું પારઘી નું મંદિર ના પૂજારી દ્વારા કુમકુમ તિલક ને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા માતાજી ને નતમસ્તક થઇ લાધુ પારઘી એ પોતાના જીતની પ્રાર્થના પણ કરી હતી.

તેમજ માતાજી ની ગાદી ઉપર પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા અંબાજી દર્શને પહોંચેલા લાધું પારઘી એ જણાવ્યું હતું કે દાંતા-10 મતવિસ્તાર માં ઉપર ભાજપની સરકાર ને અહીં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવાથી વિકાસ ના કામો ન થયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને જે કામો થયા છે તે ભાજપ ના સંગઠન દ્વારા લાવવા માં આવ્યા છે.

વિરોધપક્ષ દ્વારા માત્ર ઠેર ઠેર બાંકડા મૂકી ને માત્ર સંતોષ વાળ્યો છે ત્યારે છેલ્લા બે વર્ષ થી હાલ જે રીતે તૈયારીઓ કરેલ છે તેને લઈ ભાજપા એ ઉમેદવાર તરીકે સ્થાનિક વ્યક્તિ ની પસંદ કરી સફળતા ના દ્વાર ખોલ્યા છે છેલ્લા 22 વર્ષ થી ભાજપા સાથે જોડાયેલા ને જિલ્લા સંગઠન સુધી જવાબદારી ભોગવેલા વ્યક્તિ ઉપર ભરોસો કરી ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે.

ત્યારે 51 હજાર ની લીડ થી આ બેઠક જીતી ને દાંતા વિધાનસભા નું કમળ ગાંધીનગર મોકલવામાં આવશે તેમ લાધુભાઇ પારઘી (દાંતા-10 વિધાનસભા માટે ભાજપાના ઉમેદવાર) દાંતા એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: Gujarat election 2022: ભાજપની પહેલી લિસ્ટ જાહેર થતાની સાથે અનેક મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ

Gujarati banner 01