CM vijay rupani

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર(third wave covid)ના વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થા માટે CMએ સચિવોને આપી સૂચના

  • થર્ડ વેવ(third wave covid)માં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સુનિશ્ચિત કરવા સંબંધિત સચિવોને મુખ્ય મંત્રીની સૂચના

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર(third wave covid) સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે.


મુખ્ય મંત્રીએ આ વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિના(third wave covid)માં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આ પરમર્શબેઠકમાં જોડાયા હતા.


મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ(third wave covid) ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી, મુખ્ય મંત્રીએ કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવારમળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહ થી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પુરી કરવાની છે.

third wave covid


મુખ્ય મંત્રીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ(third wave covid) થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. વિજયભાઈ રૂપાણીએ ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.


વિજયભાઈ રૂપાણીએ કોરોનાથી (third wave covid) બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી અને પોલીંગ બુથની પેટર્ન પર વેકસીનેશન સેન્ટર શરૂ કરીને વધુને વધુ લોકોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ વિવિધ વિભાગના સચિવો, જેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે તે સૌ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…

તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર