Ahmedabad-Muzaffarpur train: અમદાવાદ-મુઝફ્ફરપુર અને અમદાવાદ-દરભંગા ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ

Ahmedabad-Muzaffarpur train: આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે.

અમદાવાદ , ૨૭ ઓગસ્ટ: Ahmedabad-Muzaffarpur train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવી રહેલી અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે.

1.  ટ્રેનં નં. 05270 / 05269 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ

 ટ્રેનં નં. 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશ્યલ (Ahmedabad-Muzaffarpur train) જે અમદાવાદ થી પ્રત્યેક શનિવારે ચલાવવામાં આવી રહી છે જેને 28 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશ્યલ જે મુઝફ્ફરપુર થી પ્રત્યેક ગુરૂવારે ચલાવવામાં આવી રહી છે જેને 26 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

આ પણ વાંચો…Vijay Mashal: વડોદરા સેના મથકના મુખ્ય સેનાધિકારીની સાથે ૧૯૭૧ ના યુદ્ધમાં શુરવીરતાનું પ્રદર્શન કરનારા ભૂતપૂર્વ સૈનિક યોધ્ધાઓએ મશાલને સલામી આપી

2. ટ્રેનં નં. 05560 / 05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ

 ટ્રેનં નં. 05560 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ (Ahmedabad-Muzaffarpur train) જે અમદાવાદ થી પ્રત્યેક શુક્રવારે ચલાવવામાં આવી રહી છે જેને 27 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05559 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે દરભંગા થી પ્રત્યેક બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 30 ઓગસ્ટ2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા એસઓપીનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj