Amrit Bharat

Amrit Bharat Express: હવે દેશમાં દોડશે અમૃત ભારત ટ્રેન, વડાપ્રધાન આ તારીખે બતાવશે લીલી ઝંડી

Amrit Bharat Express: 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દેશને સમર્પિત કરશે: રિપોર્ટ્સ

નવી દિલ્હી, 26 ડિસેમ્બરઃ Amrit Bharat Express: ભારતીય રેલ્વેને નવો લુક આપનાર વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશમાં અમૃત ભારત એક્સપ્રેસ પાટા પર દોડવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દેશને સમર્પિત કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેન રેકનું નિરીક્ષણ કર્યું. રેલ્વે મંત્રીએ ટ્રેનમાં વપરાતી આધુનિક અને અદ્યતન ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમૃત ભારત ટ્રેન પુશ-પુલ ટેક્નોલોજી પર આધારિત છે. નવા ભારતની આ ટ્રેન તૈયાર છે.

જણાવી દઈએ કે, પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન યુુપીના અયોધ્યાથી બિહારના દરભંગા અને બીજી બેંગલુરુથી માલદા સુધી દોડશે. આ ટ્રેનોને વડાપ્રધાન 30 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે.

આ પણ વાંચો… NIMCJ ખાતે ‘ભારતમાં દલિત વિમર્શ’ વિશે ચર્ચાસત્ર યોજાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો