Bandra Terminus Barmer Train: પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-બાડમેર સ્ટેશનો વચ્ચે 02 જોડી ટ્રેનોનો પ્રારંભ

Bandra Terminus Barmer Train: ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક સુપરફાસ્ટ પ્રત્યેક બુધવારે બાંદ્રા ટર્મિનસથી 23.55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 17.55 વાગ્યે બાડમેર પહોંચશે

મુંબઈ, 02 જાન્યુઆરીઃ Bandra Terminus Barmer Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાની માંગને પૂરા કરવાના હેતુસર બાંદ્રા ટર્મિનસ તેમ જ બાડમેર વચ્ચે 02 જોડી હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પ્રારંભ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1.ટ્રેન નંબર 12997/12998 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક સુપરફાસ્ટ પ્રત્યેક બુધવારે બાંદ્રા ટર્મિનસથી 23.55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 17.55 વાગ્યે બાડમેર પહોંચશે. આ ટ્રેન 3 જાન્યુઆરીથી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર12998 બાડમેર-બાંદ્રા ટર્મિસ સ્પેશિયલ દર ગુરુવારે બાડમેરથી 22.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.50 વાગ્યા બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરીના રોજ શરૂ થશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી. રાણીવાડા. મારવાડ ભીનમાળ, મોદરાન, ઝાલોર, મોકલસર, સમદડી, વાળોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે.

2.ટ્રેન નંબર 19009/19010 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.30 વાગ્યે બાડમેર પહોંચશે. આ ટ્રેન 5 જાન્યુઆરીથી શરૂ થશે. એ જ રીતે ટ્રેન નંબર 19010 બાડમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શનિવારે 21.30 વાગ્યે બાડમેરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 જાન્યુઆરીના રોજ શરૂ થશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાણીવાડા, મારવા઼ડ ભીમમાળ, મોદરન, ઝાલોર, મોકલસર, બાલોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 12997 તેમ જ 19009 નું બુકિંગ 3 જાન્યુઆરીમાં પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમયની વિગતવાર માહિતી મેળવવા માટે યાત્રીઓ આ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી શકે છે.

આ પણ વાંચો… Mukesh Modi Retirement: SoUADTGAના મામલતદાર મુકેશ મોદી વયનિવૃત થતા માનભેર વિદાય અપાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો