Banner

Mukesh Modi Retirement: SoUADTGAના મામલતદાર મુકેશ મોદી વયનિવૃત થતા માનભેર વિદાય અપાઈ

Mukesh Modi Retirement: SoUADTGAના મામલતદાર મુકેશ મોદી વયનિવૃત થતા અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની હાજરીમાં વિદાય અપાઇ

એકતાનગર, 02 જાન્યુઆરીઃ Mukesh Modi Retirement: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર ખાતે સેવારત મામલતદાર મુકેશ મોદી આજે ૩૭ વર્ષ ૪ મહિના અને ૨૧ દિવસની સુદીર્ઘ સેવા બાદ વયનિવૃત થતા આજે રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને SoUADTGA ના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં વહીવટી કાર્યાલય ખાતે વિદાય સમારંભ યોજી માનભેર વિદાય અપાઇ હતી.

મામલતદાર મુકેશ મોદી વર્ષ ૧૯૮૬માં ભરુચ ખાતે ક્લાર્ક તરીકે સેવામાં જોડાયા હતા અને વર્ષ ૨૦૦૯માં તેઓની સેવાઓને જોતા નાયબ મામલતદાર તરીકે બઢતી મળી હતી, તેઓની કામગીરીને જોતા મહત્તમ નોકરીની સેવાઓ તેઓએ કલેકટર કચેરી ખાતે આપી હતી અને ભરુચ જીલ્લાના ૯ પૈકી ૬ તાલુકામાં પણ સેવાઓ બજાવી હતી.

સરકારના નિયમોનુસાર ખાતાકીય પરીક્ષા નિયત સમયે પાસ કર્યા બાદ તા. ૧૭/૧૧/૨૦૨૩ના રોજ તેઓને મામલતદાર સંવર્ગમાં બઢતી મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર ખાતે બદલી આપવામાં આવી હતી. તેઓએ દોઢ માસના ટુંકા ગાળામાં પ્રવાસીઓ માટે અનેકવિધ નોંધપાત્ર કામગીરી સાથી અધિકારી અને કર્મચારી સાથે રહીને કરી હતી જેની સકારાત્મક નોંધ આજના સમારંભમાં લેવાઇ હતી.

આજના વિદાય સમારંભમાં નાયબ વન સંરક્ષક ડૉ. રામરતન નાલા અને અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયા, એન.એન.માધુ, નર્મદા નિગમના ચીફ ઈજનેર રાજેન્દ્ર કાનૂનગો, અધીક્ષક ઈજનેર જે.કે. ગરાસિયા, નાયબ કલેકટર ડૉ. પંકજ વલવાઇ, દર્શક વિઠલાણી, શિવમ બારીયા, અભિશેક સિન્હા ઉપસ્થિત રહીને વિદાય લઇ રહેલા મામલતદારને વિદાઇ આપી હતી.

આ પણ વાંચો… State Board For Wild Life Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો