Distinguished Railway Service Award

Distinguished Railway Service Award: વડોદરા ડિવિઝનના અધિકારી-રેલ કર્મચારીઓ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર”થી સમ્માનિત

Distinguished Railway Service Award: પશ્ચિમ રેલવેના 68મા રેલવે સપ્તાહની ઉજવણી દરમિયાન જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ વડોદરા ડિવિઝનના અધિકારી અને રેલ કર્મચારીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ. “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” પ્રદાન કર્યા

વડોદરા, 02 જાન્યુઆરીઃ Distinguished Railway Service Award: પશ્ચિમ રેલવેનો 68મો રેસવે સમારંભ ‘વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર તાજેતરમાં મુંબઇના યશવંત રાવ ચૌહાણ સભાગૃહમાં યોજવામાં આવ્યો. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ વર્ષ 2022-23 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી માટે વડોદરા મંડળના એક અધિકારી અને બાર કર્મચારીઓને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી વ્યક્તિગત પુરસ્કાર પ્રદાન કર્યા.

વડોદરા મંડળ ખાતે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર મેળવનારા અધિકારીઓમાં કાર્તિકેટ સિંહ આસિસ્ટન્ટ મંડળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન રોલિંગ સ્ટોક), જયેશકુમાર પી દવે સિનિયર અનુભાગ અધિકારી (એકાઉન્ટ), પ્રકાશ ભોજવાની મુખ્ય વાણિજ્ય કમ આરક્ષણ પર્યવેક્ષક (વાણિજ્ય), અજીતસિંહ સેંગર સિનિયર સેક્શન એન્જિનિયર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન), રાધેશ્યામ સિંગ સિનિયર સેક્શન એન્જિનિયર (પ્રભારી), પવનકુમાર ટેક્નિશિયન (કેરેજ અને વેગન), રોહિત કાલા સિનિયર સેક્શન એન્જિનિયર (મેમૂ), સંજીવકુમાર સિનિયર પેસેન્જર ટ્રેન મેનેજર, ગૌતમ એમ ચૌધરી મુખ્ય કાર્યાલય અધીક્ષણક, ચંદ્રમોહન ઇન્સ્પેક્ટર (સુરક્ષા), યોગેશ મહેન્દ્રુ સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) રાહુલ નિગમ કાર્યાલય અધીક્ષણક (વર્કશોપ) અને સતીશકુમાર યાદવ ટ્રેકમેન (સર્વેક્ષણ અને નિર્માણ) સામેલ છે.

વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેને જાળવી રાખવા પ્રેરિત કર્યું. પશ્ચિમ રેલવે દ્વારા દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટેનું આયોજન કરવામાં આવે છે જે હંમેશા પડકારોનો સામનો કરવા સતત તૈયાર હોય છે.

આવા જ નિપુણ અધિકારીઓ અને કર્મચારીઓમાંના કેટલાક ખાસ લોકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ સન્માનિત કરવામાં આવે છે. તે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલું જ નહીં. બીજાને પણ આવનારાં વર્ષોમાં પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે ઉત્સાહ પ્રેરે છે.

આ પણ વાંચો… Simplified Certification Scheme: 37 વધુ ઉત્પાદનોને સરળીકૃત પ્રમાણપત્ર યોજના હેઠળ લાવવામાં આવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો