train 5

Special train for Danpur: પશ્ચિમ રેલવે દાનાપુર માટે વિશેષ ટ્રેન શરૂ કરશે; જાણો વિગત

Special train for Danpur: પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગાંધીધામથી દાનાપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે.

whatsapp banner

અમદાવાદ, 17 એપ્રિલ: Special train for Danpur: ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-દાનાપુર અને ગાંધીધામ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09413/09414 ગાંધીધામ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ 11.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 20 એપ્રિલ, 2024 શનિવારના રોજ દાનાપુરથી 23.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07.30 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો:- Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

  • ટ્રેન નંબર 09421/09422 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09421 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ 21.40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09422 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 25 એપ્રિલ 2024 ગુરુવારના રોજ દાનાપુરથી 05.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.00 કલાકે અમદાવાદ પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09413 અને 09421 માટે ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો