Holi speshal train

Holi Special Train: ગાંધીગ્રામ-ઓખા વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

Holi Special Train: 15 માર્ચ થી થશે ટિકિટો નું બુકિંગ

રાજકોટ, 14 માર્ચ: Holi Special Train: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે. આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.

હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છેઃ

આ પણ વાંચો:- 13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship: CAA કાયદા હેઠળ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા- વાંચો વિગત

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ માર્ચ મહિનામાં 16મી માર્ચ, 18મી માર્ચ, 23મી માર્ચ, 25મી માર્ચ અને 30મી માર્ચે દોડશે અને ત્યારબાદ 6 એપ્રિલ, 2024થી 29 જૂન, 2024 સુધી ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે દોડશે. . એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ માર્ચ મહિનામાં 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે દોડશે અને ત્યારબાદ 7 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2024સુધી દર રવિવારે ઓખા સ્ટેશનથી દોડશે.

ટ્રેન નંબર 09435 અને 09436 માટે ટિકિટ બુકિંગ 15.03.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો