13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship

13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship: CAA કાયદા હેઠળ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા- વાંચો વિગત

13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship: કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા

અમદાવાદ, 14 માર્ચઃ 13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship: દેશમાં સોમવારથી CAA કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, ત્યારે CAA કાયદાની અમલવારી શરૂ થતાં જ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

ઘણા સમયથી 1095 પાકિસ્તાની શરણાર્થીઓ મોરબીમાં રહે છે. ત્યારે આ 1095માંથી 95 જેટલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે અને આવનારા સમયમાં નિયમો મુજબ અન્ય શરણાર્થીઓને પણ નાગરિકતા આપવામાં આવશે. મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી આવીને લાંબા સમયથી મોરબી રહેતા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ BJP Leader was Suspended: ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા થયા સસ્પેન્ડ, વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, 28 મે 2021ના રોજ કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને, મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા જિલ્લા કલેકટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિંદુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવાનો અધિકાર આપ્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો