Sabarmati Station

Sabarmati Bhuj Train: સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તરણ, વાંચો વિગતે…

અમદાવાદ, 02 માર્ચઃ Sabarmati Bhuj Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્ય તેમ જ પ્રસ્તાવિત બ્લોકને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો… loksabha election 2024 candidates in Gujarat: ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો ગુજરાતની 15 સીટ પર નામ- વાંચો વિગત

આ ટ્રેન 06 માર્ચ, 2024થી 31 માર્ચ, 2024 સુધી દરરોજ ચાલશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ

ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન ભુજથી સવારે 06:50 વાગ્યે પ્રસ્થાન કરીને 12.56 કલાકે આંબલી રોડ 13.06 કલાકે ચાંદલોડિયા-B અને 13.55 કલાકે ગાંધીનગર પહોંચશે. અન્ય તમામ સ્ટેશનો પર રોકાણ અને સમય યથાવત રહેશે.

  • ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ

ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન ગાંધીનગરથી 17:10 વાગ્યે પ્રસ્થાન કરીને 17:35 વાગ્યે ચાંદલોડિયા-B, 17.45 વાગ્યે આંબલી રોડ, 18.18 વાગ્યે વિરમગામ, 19.19 વાગ્યે ધ્રાંગધ્રા, 19.50 વાગ્યે હળવદ, 20.27 વાગ્યે માળિયા-મિયાણા, 21.12 વાગ્યે સામાખ્યાલી, 21.30 વાગ્યે ભચાઉ, 22.10 વાગ્યે ગાંધીધામ, 22.48 વાગ્યે આદિપુર પહોંચશે.

ટ્રેન નંબર 09455 તેમ જ 09456ના વિસ્તૃત કરાયેલા ફેરાની બુકિંગ તત્કાલ પ્રભાવ થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનોના પરિચાલન, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રી અત્રે આપેલ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો